Home /News /gir-somnath /ગીર સોમનાથમાં ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ કરાયો શરૂ
ગીર સોમનાથમાં ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ કરાયો શરૂ
ત્યારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઘણા ગામો પૈકી લોઢવા ગામમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
આ દરિયા કિનારાના અનેક ગામોમાં જમીનના તળમાં ખારાશવાળું પાણી છે. આ ખારાશ વાળાપાણીના કારણે ખેત ઉત્પાદનમાં યોગ્ય પાકો તો લેવાતા નથી પરંતુ ક્ષારયુક્ત પાણીના કારણે અનેક બીમારીઓ પણ થાય છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામમાં ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ યુરોપ અને ભારતનો સંયુક્ત વોટર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ દ્વારા એક કલાકમાં 800 લીટર પાણી શુદ્ધ પીવા લાયક બનાવાશે. જ્યારે બાકીનું 20 ટકા વેસ્ટ પાણીમાંથી ઇઝરાયેલમાં થતી ખેતી ગુજરાતમાં થઈ શકે તે માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જીલ્લો કે જે વિશાળ દરિયા કિનારો ધરાવે છે. આ દરિયા કિનારાના અનેક ગામોમાં જમીનના તળમાં ખારાશવાળું પાણી છે. આ ખારાશ વાળાપાણીના કારણે ખેત ઉત્પાદનમાં યોગ્ય પાકો તો લેવાતા નથી પરંતુ ક્ષારયુક્ત પાણીના કારણે અનેક બીમારીઓ પણ થાય છે. ત્યારે ભારત સરકાર અને યુરોપ સરકારના સંયુક્ત વોટર પ્રોજેક્ટ વડે ઇન્ડિયા H2O પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ખારું પાણી છે. તે પાણીની ખારાશ દૂર કરી તેને પીવા લાયક બનાવી શકાય છે.
ત્યારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઘણા ગામો પૈકી લોઢવા ગામમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમથી ખારા પાણીમાંથી મીઠું પાણી તો બનાવી શકાય છે પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન નીકળતા વેસ્ટ પાણીમાંથી ચેલિકોરોનીયા નામની વનસ્પતિ જેની ખેતી યુરોપના દેશોમાં થાય છે તે પ્રમાણે ગુજરાતમાં પણ શરું કરી શકાય. જો સમગ્ર ભારત દેશમાં આ વનસ્પતિની ખેતી થાય દેશના ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઇ શકે તેવું છે.
યુરોપ અને ભારતે સાથે મળી તૈયાર કરેલા આ પ્રોજેક્ટને લોઢવા ખાતેના નીલકંઠ વિદ્યામંદિર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ એક કલાકની અંદર 800 લીટર પાણી શુદ્ધ કરે છે. દરિયાઈ પટ્ટીમાં ક્ષારવાળું પાણી હોવાથી ઘણી બધી બીમારીના લોકો ભોગ બને છે. આ પાણી પીવાથી તેમાં ઘણો ફાયદો થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર