Home /News /gir-somnath /ગેસલાઇન નાંખવા મામલે ગીર સોમનાથના ખેડૂતો સૂત્રોચ્ચાર કરી વિરોધ, કહ્યું - જીવ આપીશું, જમીન નહીં આપીએ

ગેસલાઇન નાંખવા મામલે ગીર સોમનાથના ખેડૂતો સૂત્રોચ્ચાર કરી વિરોધ, કહ્યું - જીવ આપીશું, જમીન નહીં આપીએ

ખેડૂતો માંડવો બાંધી વિરોધ કરવા બેઠાં

Gir Somnath Protest: ગીર સોમનાથ જિલ્લાના સનાવાવ ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. ત્યારે જીએસપીસી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ જિલ્લાના સનાવાવ ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. ત્યારે જીએસપીસી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. ત્યારે કોડીનારના ગીર-ગઢડાના ખેડૂતોએ વિરોધ કરી ગેસ પાઇપલાઇનનું કામ અટકાવી દીધું છે.

    ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર-ગઢડા તાલુકાના ખેડૂતોએ ગેસ પાઇપલાઇનને લઈને વિરોધ કર્યો છે. કોડીનારના છારાથી જાફરાબાદના લોઠપુર સુધી પાઇનલાઇન નાંખવામાં આવી રહી છે. ત્યારે ગીરના ખેડૂતોએ ઘણાં સમયથી આ પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ વિરોધ કરી પાઇપલાઇનનું કામ અટકાવ્યું છે. ખુલ્લા ખેતરમાં મંડપ નાંખી ભરઉનાળે ગીર-ગઢડાના સનવાવ ગામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ધરણાં કર્યા છે અને પાઇપલાઇનનું કામ અટકાવ્યું છે.

     આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધ્યું કેવી રીતે પૃથ્વીનો અંત આવશે!

    ખેડૂતોએ અનેક આક્ષેપ કર્યા


    ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની ઉપજાઉ જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે. તેને કારણે ન તો અહીં બાંધકામ થઈ શકશે, ન તો બિનજરૂરી વસ્તુઓને આગ લગાવી શકાય. મોટા વૃક્ષો પણ નહીં વાવી શકાય. એટલું જ નહીં, સંપાદન કરેલી જમીનનું નજીવું વળતર આપવામાં આવી રહ્યુ છે. તેને લઈને ખેડૂતો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ હુંકાર કર્યો હતો કે, ‘જીવ આપી દઈશું, જમીન નહીં આપીએ’. ખેડૂતોએ માગ કરી છે કે, ઉજ્જળ જમીનમાંથી પાઇપલાઇન પસાર કરે તો ઉપજાઉ જમીન બચી શકે.


    સરકારના જાહેરનામા મુજબ કામ થશેઃ અધિકારી


    તો બીજી તરફ, ખેડૂતોના વિરોધ અને સૂત્રોચારને લઈ કામ અટકી જતાં ગેસ લાઈનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગીરના ખેડૂતો કોઈપણ કાળે ગેસ લાઈનની બાબતમાં નમતું જોખવા માગતા નથી, તેઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. જયારે ખેડૂતોની વાંધાઅરજીને લઈને ગેસ લાઈનના અધિકારી પટેલ સાહેબે જણાવ્યુ હતુ કે, ગેસ લાઈનનો રૂટ બદલવો અશક્ય છે અને સરકારના જાહેરનામા અને નોટિફિકેશન મુજબ જ કામ કરવામાં આવશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Farmer in Gujarat, Farmer Protest, Farmer strike, Farmers News, Gujarat farmer, Gujarati Farmer