ગીર સોમનાથ: સામાન્યરીતે આપણે માનીએ છીએ કે, સિંહની એક જ ત્રાડથી આખું જંગલ ફફડી ઉઠે છે. ત્યારે ગીરસોમનાથનાં નામે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કૂરતાઓ સિંહની પાછળ ભસતા અને દોડતા સિંહ દોટ મૂકતો દેખાય છે.
સિંહનો વીડિયો વાયરલ
આ વાયરલ થયેલા વીડિયોમાં સિંહની પાછળ કૂતરાઓ દોડતા દેખાય છે. જે બાદ સિંહ આગળ જાય છે ત્યાં સામેથી ગાયોનું ધણ પણ આવે છે. જેથી ગાય પોતાનો રસ્તો બદલતો દેખાય છે. આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આપહેલા પણ સિંહની પજવણીનાં અનેક વીડિયો સામે આવ્યા છે પરંતુ કૂતરાઓથી સિંહ ભાગતો હોય તેવું જોવા મળતું નથી.
રીલ બનાવવા પણ સિંહ સાથે વીડિયો લેતા નથી ખચકાતા
આ પહેલા પણ સિંહનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સિંહ સાથે રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં સિંહ સાથે રીલ બનાવતો વિડીયો વાયરલ થતા, વન વિભાગે યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા હતા.
ગીર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં સિંહની પજવણી કરતા અને સિંહના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા છે. જીવનાં જોખમે સિંહ સાથે ફોટો અને વીડિયો લેતા હોય છે. આવા ખેલ યુવાનો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વન વિભાગે સખત કાર્યવાહી કરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર