Home /News /gir-somnath /ગીર સોમનાથ: પાક જેલમાંથી છૂટી વતન આવે તે પહેલાં આવ્યો બ્રેઇન સ્ટ્રોક, 20 દિવસે આવ્યો મૃતદેહ

ગીર સોમનાથ: પાક જેલમાંથી છૂટી વતન આવે તે પહેલાં આવ્યો બ્રેઇન સ્ટ્રોક, 20 દિવસે આવ્યો મૃતદેહ

198 ભારતીય માછીમારો છૂટીને વતન આવ્યા તેમાં તેમનું નામ પણ હતું

પાકિસ્તાન જેલમાં મોતને ભેટેલા કોડીનારના કોટડા ગામના માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો. 4 વર્ષ પાક જેલમાં બંધ રહ્યા બાદ આખરે મૃતદેહ આવ્યો વતન..

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના કોડીનારના કોટડા ગામના સોમાભાઈ બારીયા નામના માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત થતાં મૃતદેહ આજે માદરે વતન લાવવામાં આવ્યો હતો. લગભગ 20 દિવસ પહેલા આ માછીમારને બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા મૃતદેહ કોટડા ગામે તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.

    198 ભારતીય માછીમારો છૂટીને વતન આવ્યા તેમાં તેમનું નામ પણ હતું

    સોમાભાઈ આજથી ચાર વર્ષ પહેલા પોરબંદરની પવન સાગર બોટ સાથે ફિશિંગ કરતા હતા, ત્યારે પાક મરીન બોટ સાથે અન્ય ખલાસીઓ પણ ઉઠાવી ગઈ હતી. થોડા દિવસ પહેલા જે 198 ભારતીય માછીમારો છૂટીને વતન આવ્યા તેમાં તેમનું નામ પણ હતું. પરંતુ અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને પાક જેલ સત્તાવાળાઓ દ્વારા હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થતા આજે સોમાભાઈનો મૃતદેહ માદરે વતન આવ્યો હતો.

    આ પણ વાંચો: હવામાન વિભાગની પણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની અને ભારે પવન ફૂંકાવાની આગાહી

    હજુ 22 જેટલા માછીમારો આ રીતે ગંભીર બીમારી સામે જઝૂમી રહ્યા છે

    મૃતક માછીમાર પરિવાર અને ગામના આગેવાનોએ મૃતદેહ માદરે વતન પહોંચતા સરકારનો આભાર માન્યો હતો. અહીંના પટેલ બાબુભાઇનું કહેવું છે કે, સોમાભાઈ 198 માછીમારો સાથે છૂટવાના હતા પણ તેમનું મોત થતાં તે ન આવી શક્યા. અહીંના કેટલાક માછીમારો મુક્ત થઈ આવ્યા. તેમણે સોમાભાઈના મોતનો સંદેશો આપ્યો અને સરકારે તત્કાલ મૃતદેહ માદરે વતન પહોંચાડવા વ્યવસ્થા કરી. પરંતુ હજુ કોટડા ગામના 17 માછીમારો પાક જેલમાં બંધ છે. જેમાંથી મોટાભાગના ગંભીર બીમારીથી પીડાય રહ્યા છે અને કુલ 22 જેટલા માછીમારો આ રીતે ગંભીર બીમારી સામે જજૂમી રહ્યા છે. આ તમામ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તે માટે સરકાર યોગ્ય કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gir-somnath, Gujarat News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો