Home /News /gir-somnath /ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયું, છેડા છેક મુંબઈ સુધી લંબાયા

ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયું, છેડા છેક મુંબઈ સુધી લંબાયા

છેડા છેક મુંબઈ સુધી લંબાયા

Gir Somnath: ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયો છે. ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં ઘૂસાડવા અસામાજિક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એસ.ઓ.જી તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયો છે. ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં ઘૂસાડવા અસામાજિક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એસ.ઓ.જી તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મુંબઈના ડોંગરીથી લવાયેલ ડ્રગ્સ ગીર સોમનાથના યુવાઓને રીટેલમાં વહેંચવાનો 2 ઇસમનો પ્લાન ગીર સોમનાથ પોલીસે ચોપટ કરી દીધો છે. આંતર રાજ્ય ડ્રગ્સ કાંડ પર ગીર સોમનાથ પોલીસની મોટી કાર્યવાહી તપાસના છેડા મુંબઈ સુધી લંબાયા છે.

    57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમ.ડી. ડ્રગ ઝડપાયું


    ઉલ્લેખનીય છે કે, નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી જે મુજબ વેરાવળ જુનાગઢ હાઇવે મહાકાળી હોટલ પાસે હાઇવે રોડ ઉપરથી બે ઇસમ સબીર ઇકબાલ જમાદાર અને ઉબેદ ઇરફાન સોરઠીયા બાઇક લઇ આવતા તેઓને ઝડપી લઇ ચેક કરતા તેઓના કબ્જામાંથી માદક પદાર્થ 57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમ.ડી. ડ્રગ ઝડપાયું હતું જેની કિંમત રૂપિયા 5,73,500 થાય છે. આથી બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: ‘રાણો રાણાની રીતે’ ફેઇમ દેવાયત ખવડ ફરી વિવાદમાં

    આરોપીઓ પાસેથી 6,14,000નો મુદ્દામાલ ઝડપાયો


    મળતી વિગતો પ્રમાણે મુંબઈથી લેવાયેલ ડ્રગ અહીં રિટેલમાં વેચવાના ઇરાદે આ શખ્સો લાવ્યા હોવાથી તેમની પાસેથી ઇલેકટ્રોનીક વજન કાટો સહિત મુદામાલ કુલ 6,14,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ અબુબકર અમીર હુસેનશા રહે. મુંબઇ ડોંગરી વાળા પાસેથી લાવી હેરાફેરી કરતા હોય તેઓ વિરૂધ્ધ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પ્રભાસપાટણ પોલીસને સોંપવામાં આવી છે.

    આ પણ વાંચો: 8મી ડિસેમ્બરે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ

    આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી


    આ સાથે આંતર રાજ્ય ડ્રગ સ્મગ્લિંગ કાંડ હોવાને કારણે રેન્જ આઈજીની સાયબર સેલ તેમજ ગુજરાત રાજ્ય એન્ટી ટેરરિસ્ટ સ્કોડને આ તપાસમાં સામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ડ્રગ્સના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ગીર સોમનાથમાંથી પહેલી વખત ડ્રગ્સનો કેસ સામે આવ્યો છે. આ પહેલા અહીંથી ડ્રગ્સનો કેસ ક્યારેય પણ બન્યો નથી. ડ્રગ્સ માફિયાઓ હવે દિવસેને દિવસે પોતાનો ડ્રગ્સનો કારોબાર વધારી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Drugs Case, Gujarat Drugs, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन