Home /News /gir-somnath /ઉનામાં માહોલ તંગ બન્યા બાદ આજે શાંતિ, ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફરઆઈ નોંધાઇ

ઉનામાં માહોલ તંગ બન્યા બાદ આજે શાંતિ, ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફરઆઈ નોંધાઇ

1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો.

ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ઉનામાં ભડકાઉ ભાષણ કરનાર નેતા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફરઆઈ નોંધાઇ છે. તો બીજી તરફ રાયોટિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી.

    જેમાં હિન્દી મુસ્લિમ બન્ને સમાજના અગ્રણીઓ વચ્ચે શાંતિના સમાધાન થયા. પરંતુ મોડી રાત્રે ઉના શહેરના કોર્ટ વિસ્તાર, કુંભાર વડા, ભોંયવડા સહિતના વિસ્તારોમાં તંગદિલી સર્જાતા પથ્થરમારાની પણ ઘટના બની હતી. જોકે મોડી રાત્રીના બનાવ બાદ રેન્જ આઇજી, sp સહિતનો કાફલો ફરી એકવાર ઉનામાં ખડકાયો અને srpની પણ ટુકડી તૈનાત કરવામાં આવી.

    આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું પાછળ ઠેલાયું

    જોકે સમગ્ર મામલે આખરે ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે પોલીસે ગુનો દાખલ કર્યો. એટલું જ નહિ અથડામણ કરનાર ટોળા સામે પણ રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે અથડામણ કરનાર બન્ને બાજુમાં 50 લોકોની અયકાયત કરી. તો રાત્રીના પથરમારાની ઘટનામાં 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા પણ પહોચી છે. બન્ને ઘટનામાં પોલીસ ખુદ ફરિયાદી બની.



    પોલીસ દ્વારા CCTV અને હ્યુમન સર્વેલન્સથી 70 થી વધુ આરોપીઓ ને રાઉન્ડ અપ કર્યા છે. અને હાલ ઉના શહેરમાં ફરી એકવાર ધંધા રોજગાર ધમધમતા થયા છે.

    તો સમગ્ર બનાવ બાદ ગીર સોમનાથ જિલ્લાભરના મુસ્લિમ ના અગ્રણીઓ પણ રેન્જ આઇજી અને sp ની મુલાકાતે પહોંચ્યા હતા અને જે ઘટના બની છે તેને નિંદનીય ગણાવી હતી. તો મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ભાઈચારા અને શાંતિની અપીલ કરી છે અને દરેક ધર્મ પ્રત્યે માનસન્માન જળવાઈ તેવી સૌએ અપીલ કરી હતી અને હાલમાં ઉનામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. તો બીજી બાજુ કાજલ હિન્દુસ્તાની પર firને લઈને પણ મુસ્લિમ અગ્રણીઓએ ઉના અને જિલ્લાભરના મુસ્લિમ લોકોને શાંતિની અપીલ કરી હતી. તો કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરાઇ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gir Somnath news, Gujarat News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો