Home /News /gir-somnath /ગુજરાતના 'નાધેર' વિસ્તારમાં થયું મગફળીનું આગોતરું વાવેતર

ગુજરાતના 'નાધેર' વિસ્તારમાં થયું મગફળીનું આગોતરું વાવેતર

મગફળીનો ગઢ ગણાતા આ જિલ્લામાં વર્ષોથી આગોતરા મગફળીનું વાવેતર કરાય છે.

મગફળીનું ગીરમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો પીયતની વ્યવસ્થા હોવાથી ચોમાસા પહેલા જ મગફળીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    દિનેશ સોલંકી, ગીર સમોનાથ: ગીરમાં આગોતરી ચોમાસું મગફળીનું વાવેતર શરૂ. એક તરફ કમોસમી વરસાદનો કહેર બીજી તરફ ચાલુ વર્ષે ચોમાસાને કારણે અનેક તર્ક વિતર્કો થઈ રહી છે. ત્યારે ગીરના અનેક વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું આગોતરી વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. જે ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર થવાની સંભાવનાઓ છે.

    જળ એજ જીવન અને જળ સંચય એજ જીવન ઉક્તિને ગીર સોમનાથ જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં સાર્થ થતી જોઈ શકાય છે. ખાસ કરીને કોડીનાર, તાલાળા, વેરાવળ અને સુત્રાપાડાનો કેટલોક વિસ્તાર આ બાબતે મોખરે છે. આ વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્યારેય કપરો દુકાળ પડ્યો નથી. મોટેભાગે આ વિસ્તારમાં બારેમાસ પાણીનું સુખ જોવા મળે છે. એટલે જ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે.

    લગભગ એક લાખ હેકટર જમીનમાં ચોમાસું મગફળીનું વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગીરની ગોદમાં આ જિલ્લાના મુખ્ય પાંચ ડેમો આવેલા છે. જેમાંથી મોટાભાગના ખેડૂતો ને કેનાલ મારફતે પિયત માટે પાણી આપવામાં છે, જયારે બાકી રહેતા ખેડૂતો પણ પોતાના કૂવા સહિત અન્ય સુવિધા ઓના કારણે પિયત કરી આગોતરી મગફળી નું વાવેતર કરે છે.

    આ પણ વાંચો:  10 વર્ષની દીકરીએ દીપડા સામે બાથ ભીડી દાદીને બચાવ્યા

    મગફળીનો ગઢ ગણાતા આ જિલ્લામાં વર્ષોથી આગોતરા મગફળીનું વાવેતર કરાય છે. કારણ કે, શરૂઆતી એક કે બે પાણી પાયા બાદ વરસાદનું આગમન થતા મગફળીનો ઉતારો ખૂબ સારો આવે છે. તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જોકે શરૂઆતી બિયારણ ખેડૂતોને થોડું મોંઘું જરૂર પડે છે. પણ સરવાળે ખૂબ મોટો ફાયદો થાય છે.

    જોકે પાછલા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ ની અસરના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને ચોમાસું દરમિયાન વરસાદ પોતાની પેટન બદલે છે જે ખેડૂતો માટે માથા ના દુઃખાવા સમાન બને છે, વરસાદની અનિયમિતા, ઓછો થવો અથવા અમુક ચોક્કસ વિસ્તારમાં જ થવો ખેડૂતો માટે ચિંતાજનક બાબત બની છે. એવામાં ચાલુ વર્ષે પણ બે મહિના કમોસમી વરસાદે ખેડૂતને રાતા પાણીએ રોવડાવયા છે.



    ત્યારે ખેડૂતોમાં ચાલુ વર્ષે ચોમાસાને ચિંતા જોવા મળી રહી છે. કારણ કે હવામાન વિભાગ સહિત અનેક હવામાન નિષ્ણાતો ચોમાસાને લઈ અલગ અલગ આગાહીઓ કરી રહ્યા છે. ત્યારે જો ચોમાસુ લંબાયું અથવા નબળું રહ્યું તો ગીરના આ ખેડૂતો મોટું નુકશાન અથવા મહેનત માથે પડવાનો ડર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat farmer, Gujarat News, એફઆઇઆર