Home /News /gir-somnath /Gir Somnath: શિયાળામાં ક્યા પાકનું વાવેતર થાય, ગીર સોમનાથ જિલ્લાની શું છે સ્થિતિ?

Gir Somnath: શિયાળામાં ક્યા પાકનું વાવેતર થાય, ગીર સોમનાથ જિલ્લાની શું છે સ્થિતિ?

શિયાળું પાક ઘઉંનું વાવેતર થયું

ગીર સોમનાથ જિલ્લામાં રવિ વાવેતરનો શુભારંભ થય ગયો છે. અત્યારે ખેડૂતો ખેતી કાર્યોમાં જોડાયા છે. ઘઉં, ચણા અને ધાણા તથા શાકભાજી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. 

Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં શિયાળું વાવેતર શુભારંભ થય ગયો છે. કેટલાક ખેડૂતોએ શિયાળું વાવેતર પૂર્ણ કરી દીધું છે. તો અત્યારે શિયાળું વાવેતરની કામગીરી પૂજોશમાં જોવા મળે છે. જિલ્લામાં રવિ સીઝનમાં ઘઉં, ચણા, જુવાર, મકાઈ, શેરડી, ધાણા, લસણ, ડુંગળી, શાકભાજી અને ઘાસચારો સહિતના જુદા જુદા પાકનું વાવેતર થતું હોય છે. અત્યારે ખેડૂતો વાવેતરમાં પિયત અને ખેડ સહિતની કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે. જિલ્લામાં ગત વર્ષે 110309 હેક્ટરમાં શિયાળું વાવેતર નોંધાયું હતું. તો ચાલુ વર્ષે શિયાળું વાવેતરની કામગીરી પુર જોશમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે. જિલ્લામાં ગત વર્ષે સૌથી વધારે ઘઉંનું 39079 હેક્ટરમાં વાવેતર નોંધાયું.

ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે ઘઉંનું 39079, જુવારનું 1620, મકાઈનું 55, અન્ય ધાન્ય 2672, ચણાનું 37150, શેરડીનું લામ પાકનું 481, શેરડીનું નવું વાવેતર 4589, ધાણાનું 1829, લસણનું 1169, ડુંગળીનું 7250, શાકભાજીનું 3905 અને ઘાસચારો 10506 મળી કુલ 110309 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. પણ ચાલુ વર્ષે જિલ્લામાં અત્યારે શિયાળું વાવેતરની કામગીરી શરૂ છે. જિલ્લામાં ચોમાસુ સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતો રવિ સીઝનમાં વ્યસ્થ જોવા મળે છે. કેટલાક ખેડૂતોએ અત્યારે ઘઉં, ચણા અને શાકભાજીના પાકનું વાવેતર કરી દીધું છે. આ ઉપરાંત હજુ વાવેતરની કામગીરી શરૂ છે. ખેડૂતો રવિ વાવેતર માટે ખેડ કરી ખેતર તૈયાર કરી રહ્યા છે.

બાદલપરાના ખેડૂત કાળાભાઇ બારડે જણાવ્યું હતું કે નવેમ્બર માસમાં શિયાળું વાવેતરની શરૂઆત કરી દેવામાં આવે છે. અને આખર સુધીમાં વાવેતરની કામગીરી પૂર્ણ થય જતી હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં રવિ સીઝનમાં ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, ચણા અને ધાણા સહિતના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થતું હોય છે. તો શાકભાજી અને ઘાસચારો પણ વવાય છે. ચાલુ વર્ષે તેમણે 20 વીઘા જમીનમાં મકાઈ, ઘઉં, ડુંગળી નું મિશ્ર વાવેતર કર્યું છે.ગત વર્ષે વેરાવળ તાલુકામાં સૌથી વધારે 21255 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. ગીરગઢડામાં 19795, કોડીનારમાં 19612, સુત્રાપાડામાં 18645, તાલાલામાં 14207 અને ઉનામાં 16795 હેક્ટરમાં વાવેતર થયું હતું. જિલ્લામાં શિયાળું વાવેતરનો ખેડૂતોએ શુભારંભ કરી દીધો છે.
First published:

Tags: Winter