Home /News /gir-somnath /Gir Somnath: અહીં વીજકર્મીઓ અજવાળું તો કરે છે, પણ સાથે ભૂખ્યાનું પેટ પણ ઠારે છે!

Gir Somnath: અહીં વીજકર્મીઓ અજવાળું તો કરે છે, પણ સાથે ભૂખ્યાનું પેટ પણ ઠારે છે!

X
સોમનાથમાં

સોમનાથમાં નિશુલ્ક જમવાનું વિતરણ કરતા વીજ કર્મચારી

સોમનાથમાં વીજ કર્મચારી છેલ્લા 24 થી 25 વર્ષથી હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. અહી સાધુ - સંતો, ભીક્ષુકો અને પર્યટકા સુધી નિશુલ્ક જમવાનું પહોંચાડે છે. 

Bhavesh Vala, Gir Somnath : સોમનાથમાં વીજ કંપનીના કર્મચારીએ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો ને જીવનમંત્ર સાબિત કર્યો છે. સોમનાથ પરિષર પાસે છેલ્લા 24 થી 25 વર્ષથી હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. અહી વર્ષોથી સાધુ - સંતો, ભીક્ષુકો અને પર્યટકોની નિશુલ્ક જમવાનું વિતરણ કરે છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ - વિદેશથી પ્રવાસીઓ દર્શન અર્થે આવતા હોય છે. સોમનાથમાં સેવાકીય કાર્યો પણ ધમધમી રહ્યા છે. પ્રભાસ પાટણ જી. ઇ.બી. કોલોનીમાં રહેતા રવિન્દ્રભાઇ આલાભાઇ વાણવી અને તેમના પત્ની લાભુબેન વાણવીએ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો ને જીવનમંત્ર સાબિત કર્યો છે. છેલ્લા 24 થી 25 વર્ષથી ફંડ ફાળા વગર હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે.

સોમનાથ મંદિર પાસે શોપિંગ સેન્ટરની બાજુમાં નિશુલ્ક હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવતા રવિન્દ્રભાઇ વાણવીએ જણાવ્યું હતું કે 1995 થી 66 કે.વી. જીઇબી સબ સ્ટેશનમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગુરૂ દેવજી પવનગરબાપુની પ્રેરણાથી અન્નક્ષેત્ર શરૂ છે. છેલ્લા 24 થી 25 વર્ષથી અન્નક્ષેત્ર શરૂ છે. સોમનાથ શોપિંગ સેન્ટર પાસે દરરોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ હરતું ફરતું અન્નક્ષેત્ર લય પહોંચી જાય છે. જમવામાં દાળ, ભાત, રોટલા, રોટલી, સંભાળો અને પાણી વિનામૂલ્યે આપે છે. એના માટે કોઈ ફંડ ફાળો એકત્રીત કરતા નથી. વર્ષોથી સાધુ - સંતો, ભીક્ષુકો અને પર્યટકો સુધી જમવાનું પહોંચાડે છે. રવિન્દ્રભાઈને બે દિકરા છે. એક દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તો બીજો દીકરો તબીબનો અભ્યાસ કરે છે.

જ્યારે અન્નક્ષેત્ર શરૂ કર્યું ત્યારે પ્રથમ ચાલીને ડબરામાં જમવાનું લયને જતા હતા. જે બાદ સાયકલમાં શરૂઆત કરી હતી. પછી જીઇબીના સ્ટાફે ત્રણ વ્હીલવાળી લારી બનાવી આપી હતી. તેના મારફત જમવાનું પહોંચાડવામાં આવતું હતું. છેલ્લા કેટલાક વર્ષથી મુંબઇના એક દાતાએ વાન દાનમાં અર્પણ કરી હતી. અત્યારે તેના મારફત જમવાનું પહોચાડવામાં આવે છે. શિયાળો અને ઉનાળો હોય કે પછી ચોમાસુ અન્નક્ષેત્ર શરૂ હોય છે. રવિન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું હતું કે રસોઈ બનાવવા માટે બે વ્યક્તિને નોકરી પર રાખ્યા છે. સાધુ - સંતો, ભીક્ષુકો અને પર્યટકોની નિશુલ્ક જમવાનું વિતરણ કરવામાં આવે છે.
First published:

Tags: Gir-somnath, Local 18