Home /News /gir-somnath /કેસર કેરીએ ખેડૂતોને રડાવ્યા, માવઠાથી કેરીના પાકનો સફાયો થતાં મદદની માંગ

કેસર કેરીએ ખેડૂતોને રડાવ્યા, માવઠાથી કેરીના પાકનો સફાયો થતાં મદદની માંગ

કેસર કેરીને પાક વીમામાં સમાવવા અપીલ

કેસર કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત. કમોસમી વરસાદ અને કરા પડતા કેરીને ભારે નુકસાન. કેરીને પાક વીમામાં સમાવવા અપીલ.

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ અને કરા પડતા કેરીને ભાર નુકસાન પહોંચ્યું છે. જેના લીધે મોટી માત્રામાં કેરીઓ ખરી પડી છે અને તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા છે. કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે.

કેરીને પાક વીમામાં સમાવવા અપીલ

ગીર પંથકના તમામ ગામોના સરપંચો, આગેવાનો અને ખેડૂતોએ તાલાલા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. સાથે જ સદંતર પાક નિષ્ફળ જવાની દહેશત સાથે કેસર કેરીને પાક વીમામાં સમાવવા અપીલ કરી છે. તેમજ સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય મદદ મળે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: એકના ડબલ કરવાની લાલચે ખેડૂતે 1.28 કરોડ ગુમાવ્યા

કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના અને તાલાળામાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે વિશ્વવિખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. આ સાથે ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ આખા પટ્ટામાં 50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો છે તેમ કહી શકાય છે.

ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે

નોંધનીય છે કે, આ વિસ્તારમાં કેસર કેરીના ખેડૂતો ઘણાં ખુશ હતા. માવઠાના કહેર પહેલા અહીં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થવાનું ખેડૂતોનું અનુમાન હતુ. ત્યારે માવઠાએ આ ખેડૂતોની આશા પર કરા ફેરવી દીધા છે.

ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા ત્રણ તાલુકા મુખ્ય તાલાલા, ગીર ગઢડા અને ઉનામાં મોટાભાગે કેસર કેરીનું વાવેતર સાથે અન્ય નાના પાકો પણ લેતા હોય છે. ત્યારે અચાનક ભારે પવન કડાકા અને ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ફરી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
First published:

Tags: Gir Somnath news, Gujarat News, Kesar mango