Home /News /gir-somnath /Gir Somnath: તાલાલાના ઉમરેઠીના ખેડૂતની ભેંસનું દૂધ સૌથી મોંધુ, લીટરના આટલા મળે

Gir Somnath: તાલાલાના ઉમરેઠીના ખેડૂતની ભેંસનું દૂધ સૌથી મોંધુ, લીટરના આટલા મળે

ઉમરેઠીના ખેડૂતની ભેંસનું દૂધ મોંધુ, લિટરના 131 રૂપિયા.

તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના ખેડૂત હિતેશભાઈ બાકુ ગામની ડેરીમાં દૂધ ભરાવે છે, ત્યારે આજે તેમની ભેંસના દૂધના 17.5 ફેટ આવ્યા હતા અને એક લીટર દૂધની કિંમત 131 રૂપિયા મળી હતી. આજ સૌથી વધુ ભાવ મળ્યા હતા.

Gir Somnath : વર્તમાન સમયમાં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, ત્યારે તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના ખેડૂત હિતેશભાઈ બાકુ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. હિતેશભાઈ બાકુ પાસે એક ભેંસ છે. ભેંસ ચાર લીટર જેટલું દૂધ આપે છે. પરંતુ ભેંસની યોગ્ય કાળજી રાખવાના કારણે સારા ફેટ મળી રહ્યા છે. હિતેશભાઈ બાકુની ભેંસના દૂધના 17.5 ફેટ આવ્યા હતા. તેમને એક લીટર દૂધનો 131 રૂપિયા ભાવ મળ્યો હતો.

સરેરાશ 14 જેટલા ફેટ આવે છે

હિતેશભાઈ બાકુએ જણાવ્યું હતું કે, ભેંસ ચાર લીટર દૂધ આપે છે, જેમાંથી બે લીટર દૂધ ડેરીમાં જમા કરાવે છે. તેમને ભેંસના દૂધના ફેટ સરેરાશ 14 થી 15 રહે છે.


પરંતુ આજે સૌથી વધુ 17.5 ફેટ આવ્યા છે અને લીટર 131 રૂપિયા ભાવ મળ્યો છે. તેમને ડેરીમાંથી નિયમિત 200 રૂપિયા મળે છે. તેવો ભેંસને વિટામીન યુક્ત પાવડર આપે છે, સાથે પોષણયુક્ત ખોરાક આપી રહ્યા છે.



દૂધ ઓછું તેમ ફેટ વધુ આવે છે

ડેરી સંચાલક જશવંતભાઈ પટાટે જણાવ્યું હતું કે, સારી ઓલાદની અને સારો ખોરાક આપવામાં આવે તો ફેટ સારા આવે છે, જોકે દૂધ ઓછું તેમ ફેટ વધુ આવે છે.



હિતેશભાઈની ભેંસનું દૂધ ઓછું છે એટલે તેમને ફેટ સારા મળી રહ્યા છે 17.5 ફેટ સૌથી વધુ ફેટ છે.



ગામમાંથી રોજ 44 કેન દૂધના ભરાય

ઉમરેઠી ગામમાં 300 ગાય અને 600થી વધુ ભેંસ છે. ગામમાં આવેલી ડેરીમાં રોજ 44 કેન દૂધ આવે છે. એક કેનમાં 40 લીટર દૂધ હોય છે, તેમ જશવંતભાઈ પટાટે જણાવ્યું હતું.
First published:

Tags: Gir Somnath news, Local 18, Milk price