Home /News /gir-somnath /ગીર સોમનાથના કોડીનારમાં બુટલેગરો બન્યા બેફામ, રેડ કરવા ગયેલી પોલીસ પર કર્યો હુમલો

ગીર સોમનાથના કોડીનારમાં બુટલેગરો બન્યા બેફામ, રેડ કરવા ગયેલી પોલીસ પર કર્યો હુમલો

કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો

Kodinar Bootleggers Attack Police: ગીર સોમનાથના કોડીનારમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે આ હુમલામાં પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. કોડીનારના ચાર શખ્સો કુખ્યાત બુટલેગરો છે. જેણે ગઈકાલે કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો કર્યો હતો.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના કોડીનારમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે આ હુમલામાં પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. કોડીનારના ચાર શખ્સો કુખ્યાત બુટલેગરો છે. જેણે ગઈકાલે કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો કર્યો હતો. કોડીનારના જિન પ્લોટ વિસ્તારમાં સરગમ ચોક નજીક ગઈકાલે સાંજે મુળજી અરજન ચુડાસમા નામના શખ્સના ઘરે તપાસમાં પહોંચેલી પોલીસ પર એકાએક મૂળજી અને તેના પરિવાર જનો તૂટી પડયા હતા જેમાં પીઆઇ તથા અન્ય બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક અસરથી કોડીનારની આર.એન.વાળા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

    બુટલેગર અને તેના સાગરીતોએ ધમાલ મચાવી


    જાણવા મળ્યું છે કે, આરોપીના દીકરાનું થોડા સમય પહેલા અકસ્માતમાં મોત થયું હતું. જેની ફરિયાદ લેવા સંદર્ભે પોલીસ તેના ઘરે ત્રણ દિવસ પહેલા નિવેદન લેવા પહોંચી હતી. જો કે તે દિવસે જ પોલીસને આ અસામાજિકો એ ગાળો ભાંડી તગેડી મૂકી હતી. જેને લઈ ફરજમાં રૂકાવટની કલમ લગાવાય હતી. આથી ગઈકાલે સાંજે પોલીસ પીઆઇ સહિત મોટા કાફલા સાથે પહોંચી હતી. આ નામચીન બુટલેગર અને તેના સાગરીતોએ ધમાલ મચાવી હતી.

    આ પણ વાંચો: ‘તમો મારી નજરે ચઢી ગયેલા છો’ ખંડણીખોરે વેપારીનું અપહરણ કરી ખંડણી વસુલી

    મૂળજી ઉપર 20 કેસ નોંધાય ચુક્યા છે


    પોલીસ પર હુમલા બાદ ગીર સોમનાથ એસ.પી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો કોડીનાર પહોંચી ગયો હતો. કોડીનાર પોલીસે મુખ્ય સૂત્રધાર મૂળજી સહિત 6ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૂળજી અને તેનો ભાઈ રમેશ ચુડાસમા દારૂના ધંધાર્થી છે. મૂળજી ઉપર 20 કેસ નોંધાય ચુક્યા છે તો તેના ભાઈ પર 26 કેસ અને પાસાની કલમો પણ ભૂતકાળમાં લાગી ચુકી છે. મુળજી અને તેનો ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

    આ પણ વાંચો: કેશોદના ઘસારીના મહંત મોજગીરી બાપુ લાપતા, વિસાવદરની મહિલા અને તેના જેઠ પર શંકાના વાદળ


    પોલીસે પુત્ર સહિત કુલ 6ની ધરપકડ કરી


    કોડીનાર પોલીસે મુળજી તેની પત્ની પુત્રને તેનો ભાઈ રમેશ અને તેના પુત્ર સહિત કુલ 6ની ધરપકડ કરી છે અને હત્યાની કોશિશ સહિતની અનેક કલમો લગાવી છે. જોકે બુટલેગરો કોઈપણ જાતનાં ભય વગર પોલીસ પર હુમલો કરવાની હિંમત કરે તે કેટલે અંશે યોગ્ય? તેવી ચર્ચા કોડીનારની જનતામાં ચર્ચાઈ રહી છે. કોડીનાર પોલીસે તાત્કાલિક અસરથી પોલીસ પર હુમલો કરનાર 2 મહિલા અને 4 પુરૂષો બુટલેગરને પકડી અટકાયત જરૂર થી કરી છે, પરંતુ હવે બૂટલેગરોના નિશાનેથી પોલીસ પણ બાકાત નથી. જે કોડીનારના બનાવ બાદ ચર્ચાય રહ્યું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gir Somnath news, KODINAR, Police attack

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો