Bhavesh Vala, Gir Somnath : લગ્ન સીઝનનો શુભારંભ થયો છે. આ સાથે જ બજારોમાં કાપડ, કટલેરી, જુદા જુદા પ્રકારના શણગાર સહિતની ખરીદી શરૂ થય ગય છે. ત્યારે વેરાવળની બજારમાં જુદા જુદા પ્રકારની સાડીઓ ગ્રાહકો ખરીદીનું આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંની સટ્ટા બજારમાં લગ્ન સીઝનના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ખરીદી અર્થે પહોંચી રહ્યા છે. વેપારીઓને ડિસેમ્બર માસમાંથી ખરીદી વધવાની આશા છે. પણ વેરાવળની બજારમાં અજરખ, લખનવી, ગજીસીલ અને બનારસી સહિત જુદા જુદા પ્રકારની સાડીઓ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચારથી પાંચ માસ સુધી લગ્નની ખરીદી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે અત્યારે બજારમાં ખરીદી ધીમી છે. પણ ડિસેમ્બર માસથી ખરીદી વધી જશે તેવી વેપારીઓને આશા છે.
વેરાવળમાં સટ્ટા બજારમાં કાપડના વેપારી કમલેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે લગ્ન સીઝનનો આરંભ થયો છે. આમ તો કાપડ અને જુદી જુદી વસ્તુની ખરીદી માટે સપ્ટેમ્બર મહિનાથી ધીમે ધીમે ગ્રાહકી શરૂ થાય છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં સૌથી વધુ ખરીદી થતી હોય છે. સાડીઓમાં અજરખ, લખનવી, ગજીસીલ, બનારસી, ડોલાસીલ, બાંધણી, વેટલેસ, પાટણના પટોળા સહિતની સાડી મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રૂપિયા 200 થી માંડી 8 થી 10 હજાર સુધી જુદા જુદા પ્રકારની સાડીનું વેચાણ જોવા મળે છે. વેરાવળ મુખ્ય મથક હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ખરીદી અર્થે પહોંચે છે. જેમ જેમ લગ્ન ગાળો નજીક આવે તેમ ખરીદી વધુ જોવા મળે છે. ડિસેમ્બર માસથી ખરીદી વધી જશે.
બીજી તરફ કટલેરીના વેપારી અનિલભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે લગ્ન સીઝન નેલપોલીસ, ચાંદલા, બંગડી સહિતની ક્ટલેરીનું વેચાણ વધી જાય છે. સીઝનમાં બે માસ સુધી ખરીદી જતી હોય છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 1500 થી 2000 હજારનો વેપાર થતો હોય છે. પણ લગ્ન સીઝનમાં એક દિવસનો રૂપિયા 4000 થી 5000 સુધી વેપાર થાય છે. તેમજ શાસ્ત્રી પરેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે અત્યારે લગ્નગાળો શરૂ થય ગયો છે. 15 ડિસેમ્બર સુધી લગ્ન છે. જે બાદ 14 જાન્યુઆરી પછી લગ્ન મુહર્ત હોય છે. અને લગ્ન ગાળો પણ ફૂલ છે. અત્યારે લગ્ન સીઝનનો શુભારંભ થયો હોવાથી કાપડ, કટલેરી, શોભાનો શણગાર સહિતની વસ્તુની ખરીદી જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર