શાળાના સ્થાપના દિને બોક્સ ખોલવામાં આવે છે
આજોઠા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઇ વાઢીયાએ જણાવ્યું હતું કે, શાળામાં 230 જેટલા વિદ્યાર્થીઓ છે. શાળામાં વિવિધ મૂલ્યવર્ધક પ્રવૃત્તિ ચાલી રહી છે. જેમાં અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ એક વિશેષ મૂલ્યવર્ધક પ્રવૃત્તિ છે. શાળામાં 9 શિક્ષકોનો સ્ટાફગણ છે. પ્રાથમિક શાળામાં એક બોક્સ રાખવામાં આવ્યું છે. તે લોક હોય છે. આ બોક્ષમાં શાળામાં ફરજ બજાવતા સ્ટાફ અનુકૂળ સમયે દાન પેટે રકમ અર્પણ કરે છે. આ બોક્સને વર્ષમાં એક વખત સ્ટાફ અને છાત્રોની ઉપસ્થિતિમાં શાળાના સ્થાપના દિન 29 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવે છે. અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટનું બોક્સમાંથી નીકળતી રકમ શાળામાં જરૂરિયાતમંદ બાળકો છે. જે સ્ટેશનરી ના લય શકે અભ્યાસ સામગ્રી ના લય શકે તેવા બાળકોનું લીસ્ટ તૈયાર કરી તેવા બાળકોને ગુપ્ત રીતે સ્ટેશનરી આપવામાં આવે છે.
વર્ષે 5 હજારથી વધુ રકમ એકત્ર થાય છે
કન્યા પ્રાથમિક શાળામાં 2013 થી અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. શાળામાં 9 શિક્ષકોનો સ્ટાફ છે. વર્ષમાં 5 થી 6 હજાર જેવી રકમ એકત્રિત થાય છે. આ રકમનો સદઉપયોગ કરાય છે. આવી રીતના મૂલ્યવર્ધક પ્રવૃત્તિમાં અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ શાળાના સ્ટાફગણ અને બાળકો માટે અસરકારક સાબિત થઈ છે. આ ઉપરાંત આજોઠા પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. જેમાં છાત્રો કચરામાં ફેંકી દેવાયેલી સામગ્રીમાંથી તોરણ સહિતની ઉપયોગી વસ્તુઓ તૈયાર કરે છે. તેમજ ખોયા પાયા, પ્રશ્ન પેટી અને અક્ષયપાત્ર જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિ ચાલી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir-somnath, Local 18, School