Home /News /gir-somnath /Gir Somnath: ડ્રેગન ફ્રૂટની ખેતી કરી બની શકો છો લખપતિ, આ ખેડૂત છે તેનું ઉદાહરણ

Gir Somnath: ડ્રેગન ફ્રૂટની ખેતી કરી બની શકો છો લખપતિ, આ ખેડૂત છે તેનું ઉદાહરણ

X
આજોઠા

આજોઠા ગામના ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. ગત સીઝનમાં તેમણે 800 કિલ્લો ડ્રેગન ફૂટનું ઉત્પાદન મેળવ્યું હતું. અને એક લાખની આવક મેળવી હતી. 

આજોઠા ગામના ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. ગત સીઝનમાં તેમણે 800 કિલ્લો ડ્રેગન ફૂટનું ઉત્પાદન મેળવ્યું હતું. અને એક લાખની આવક મેળવી હતી. 

Bhavesh vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત પાક નાળિયેરીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. પણ હવે અહીંના ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં મગફળી, ઘઉં, ચણા જેવા પાકનું વાવેતર પણ જોવા મળે છે. આજોઠા ગામના ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેગન ફૂટની ખેતી કરી રહ્યા છે. તેમણે ખેતરમાં ડ્રેગન ફ્રૂટના 100 પોલ વાવેતર કર્યું છે. એક પોલમાં ચાર છોડ આવે છે. સોશ્યલ મીડિયાના આધારે નવી ખેતી કરવાનો વિચાર આવ્યો અને તેમણે ખેતરમાં અખતરારૂપે ડ્રેગન ફ્રૂટના 100 પોલનું વાવેતર કર્યું હતું. ગત સીઝનમાં આ ખેડૂતે 800 કિલ્લો ફળનું ઉત્પાદન મેળવ્યું હતું.

આજોઠા ગામમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ભીખુભાઇ બારડે જણાવ્યું હતું કે ડ્રેગન ફૂટનું છેલ્લા ત્રણ વર્ષથી વાવેતર કર્યું છે.આ વાવેતર માટે સિમેન્ટના પોલ ઉભા કર્યા છે. તેના માથે છોડના સપોટ માટે સિમેન્ટનું ચક્કર મુકવામાં આવ્યું છે. અને એક પોલ પર ચાર છોડ આવે છે.



અખતરારૂપે 100 પોલનું વાવેતર કર્યું હતું. તેમને પ્રથમ વર્ષે 40 થી 50 કિલ્લો, બીજા વર્ષે 450 કિલ્લો જેટલું થતા ત્રીજા વર્ષે 800 કિલ્લો ડ્રેગન ફૂટનું ઉત્પાદન થયું હતું. ડ્રેગન ફ્રૂટના ફળનો ભાવ સીઝન પ્રમાણે હોય છે. રૂપિયા 120 થી 200 સુધી પ્રતિ કિલ્લોના ભાવે વેચાણ થયું હતું. ફળના રિટેલર વેપારીઓ ખેતર પર આવી ફળની ખરીદી કરી જાય છે. કેટલીક વખત ત્યા વેચાણ માટે જવું પડે છે.



ભીખુભાઇ બારડે વધુમાં જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રોપા કાલાવડ પંથકમાંથી ખરીદી કર્યા હતા. ડ્રેગન ફૂટના વાવેતરમાં વધારાની મહેનત થતી નથી. આ વાવેતરને પાણી પણ ઓછું જોયે છે. ડ્રેગન ફૂટના વાવેતરમાં 10 થી 15 દિવસે પિયત કરાય છે. ઉનાળા અને વાવેતરમાં ફ્રૂટીંગ સમયે પણ ઓછું પાણી જોયે છે. ડ્રેગન ફૂટના વાવેતરમાં છાણીયું ખાતર, લીંબુડીનો ખોર અને એરડીનો ખોરનો છંટકાવ કરાય છે. ગત સીઝનમાં 800 કિલ્લો ડ્રેગન ફૂટનું ઉત્પાદન મેળવી એક લાખ જેટલી આવક મેળવી હતી. આજોઠાના ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેગન ફૂટની ખેતી કરી રહ્યા છે.
First published:

Tags: Gir-somnath, Local 18