Home /News /gir-somnath /Gir Somnath: આ મગફળીનું ફોલાણ કરી બિયારણ કેવી રીતે થાય તૈયાર, જુઓ વીડિયો

Gir Somnath: આ મગફળીનું ફોલાણ કરી બિયારણ કેવી રીતે થાય તૈયાર, જુઓ વીડિયો

મગફળી ફોલાવતા ખેડૂતો 

મગફળીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડૂતો ચોમાસુ વાવેતર માટે આગોતરૂ આયોજન કરતા હોય છે. અત્યારે મગફળીનું ફોલી તેમાંથી બિયારણ તૈયાર કરાય છે.  

    Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે મગફળીનું વાવેતર કરાય છે. માર્કેટમાં નવી મગફળીની આવક જોવા મળે છે. મગફળી લરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગય છે. આ સાથે જ ખેડૂતો આવતા વર્ષે ચોમાસુ વાવેતરનું આગોતરૂ આયોજન કરતા હોય છે. ત્યારે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મગફળીનું ફોલાણ કરી બિયારણ તૈયાર કરે છે.

    અત્યારે ઠેર ઠેર મગફળીનું ફોલાણ કરાઇ છે. આ બિયારણને ખેડૂતો આવતા ચોમાસા સુધી સાચવે છે. અને ચોમાસામાં તેનું વાવેતર કરે છે.નવેમ્બર માસની શરૂઆતથી મગફળીના ફોલાવવાની સીઝન શરૂ થાય છે. અને ફેબ્રુઆરીના અંત સુધી આ સીઝન ચાલતી હોય છે.



    વેરાવળના ઇશ્વરીયા ગામે મગફળીનું ફોલાણ કરતા માનસિંગભાઇ ખેરે જણાવ્યું હતું કે 15 વર્ષથી આ કામગીરી સાથે જોડાયેલા છે. 1 નવેમ્બરની આસપાસ મગફળી ફોલાવવાની સીઝન શરૂ થાય છે. ક્યારે ક સીઝન મોડી હોય તો 15 દિવસનો ફેરફાર થાય છે. આ સીઝન ફેબ્રુઆરીના અંત સુધી શરૂ રહે છે.



    મગફળીના વાવેતર માટે એક વીઘામાં ઓછામાં ઓછી 3 મણ મગફળી ફોલાવવી પડે છે. તેમાંથી વધીને 45 કિલ્લો જેટલું બિયારણ મળે છે. ઓછો ઉતારો હોય તો 40 કિલ્લો જેટલું બિયારણ હોય છે. ગત સીઝનમાં 7000 ગુણી મગફળીનું ફોલાણ થયું હતું. ખેડૂતો અન્ય તાલુકામાંથી મગફળી ખરીદી કરી તેનું ફોલાણ કરતા હોય છે.અત્યારે મગફળી ફોલાણની સીઝન ચાલી રહી છે.



    મગફળીના ફોલાણ માટે આવેલ મંડોરના અનિલભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે મગફળી એક ખાંડી ફોલાવવા માટે આવ્યો શું. ચોમાસુ વાવેતર કરવા માટે આગોતરૂ આયોજન કરાય છે. જેના માટે મગફળી ફોલાવાય છે. દર વર્ષે સાત વીઘા મગફળીનું વાવેતર કરે છે. અને ઘરનું જ બિયારણ છે.



    ઘરની મગફળી હોય તો ખ્યાલ હોય છે કે એમા ફૂગ અને મુંડો ન આવે તથા બિયારણની મેજોરીટી સારી હોય છે.ખેડૂતો વાવેતરમાંથી જે ઉત્પાદન થયું હોય તેમાંથી બિયારણ માટે અલગ મગફળી સાચવી રાખે છે. તે સમય અનુકૂળતાએ મગફળીનું ફોલાણ કરી બિયારણ રાખે છે. અત્યારે મગફળીના ફોલાણની સીઝન ચાલી રહી છે. જે ફેબ્રુઆરીના અંત સુધી ફૂલજોશમાં ચાલશે.ખેડૂતો ચોમાસુ વાવેતરનું આગોતરૂ આયોજન કરતા હોય છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gir-somnath, Local 18, ખેડૂત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन