Home /News /gir-somnath /Gir Somnath: યાર્ડમાં મગફળી અને કપાસ લઇને ઉમટ્યા ખેડૂતો, જાણો કેટલો ભાવ મળે છે 

Gir Somnath: યાર્ડમાં મગફળી અને કપાસ લઇને ઉમટ્યા ખેડૂતો, જાણો કેટલો ભાવ મળે છે 

યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક થઇ રહી છે.

કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી અને સોયાબીનની મબલક આવક નોંધાઇ હતી. સ્થાનિક અને ઉના પંથકમાંથી 1200 મણ કપાસની આવક થઈ હતી. 

Bhavesh Vala, Gir Somnath : જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક નોંધાઇ રહી છે. અત્યારે ચોમાસુ સીઝન પૂર્ણતા તરફ છે. ખેડૂતો રવિ સીઝન માટે વાવેતર કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે 85750 હેક્ટરમાં મગફળી અને 22030 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર નોંધાયું હતું. આ ઉપરાંત જિલ્લામાં ચોમાસુ સીઝનમાં 18940 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. સૌથી વધારે ઉના પથંકમાં 10 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં બુધવારે 4500 ગુણી મગફળી અને સોયાબીનનું 2800 ગુણી આવક નોંધાઇ હતી. તો સાથે સાથે સ્થાનિક અને ઉના પંથકમાંથી 1200 મણ કપાસની આવક થઈ હતી. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં નવી સીઝનની જણસની આવક નોંધાઇ રહી છે. બુધવારે મગફળી અને સોયાબીનની વધુ આવક થય હતી.

કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં બુધવારની હરરાજીમાં મગફળી જી 20 ની 4000 ગુણી અને 32 નંબરની 500 ગુણી આવક નોંધાઇ હતી. અહી મગફળીનો જી 20 નો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1132 થી 1324 અને 32 નંબરનો રૂપિયા 1122 થી 1240 રહ્યો હતો. તેમજ સોયાબીનની 2800 ગુણી આવક નોંધાઇ હતી. અને તેનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 950 થી 1133 સુધી રહ્યો હતો. 1200 મણ કપાસની આવક થય હતી.

યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક થઇ રહી છે.


પ્રતિ મણનો ભાવ રૂપિયા રૂપિયા 1600 થી 1816 રહ્યો હતો. તેમજ ઘઉં 110 ગુણી આવક અને પ્રતિ મણનો ભાવ રૂપિયા 411 થી 563 રહ્યો હતો. બાજરીની 40 ગુણી આવક અને ભાવ રૂપિયા 380 થી 480 સુધી નોંધાયો હતો. સફેદ તલની 20 ગુણી અને પ્રતિ મણનો ભાવ રૂપિયા 2350 થી 2600 તથા કાળા તલ 25 ગુણી તેમજ રૂપિયા 2300 થી 2838 સુધી ભાવ રહ્યો હતો.

કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં કઠોર જણસીમાં ચણાની 30 ગુણી આવક અને ભાવ રૂપિયા 550 થી 865 રહ્યો હતો. અડદ 25 ગુણી આવક અને ભાવ રૂપિયા 1050 થી 1426 સુધી નોંધાયો હતો. જુવારની 20 ગુણી આવક અને પ્રતિ મણનો ભાવ રૂપિયા 500 થી 846 રહ્યો હતો. જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડ નવી સીઝનની જણસથી છલકાયા છે. નવેમ્બર માસના અંત સુધી માર્કેટીંગ યાર્ડમાં વધુ જણસી આવે છે.
First published:

Tags: Gir-somnath, Marketing yard, ખેડૂત