Home /News /gir-somnath /Farming Tips: ગીરના ખેડૂત માટે ખેતરના રાફડા બન્યાં આશીર્વાદ સમાન, આ રીતે વધાર્યું કેરીનું ઉત્પાદન, જાણો વિગત

Farming Tips: ગીરના ખેડૂત માટે ખેતરના રાફડા બન્યાં આશીર્વાદ સમાન, આ રીતે વધાર્યું કેરીનું ઉત્પાદન, જાણો વિગત

X
રાફડાથી

રાફડાથી ઉત્પાદન વધાર્યું

વાડલા ગીર ગામે ખેડૂત 10 વીઘા આંબાવાડીમાં 22 જેટલા રાફડા આવેલા છે. જેમાં ઉઘઇ જોવા મળે છે. સાથે સાથે 50 વર્ષીય ખેડૂત આંબાવાડીમાં પ્રાકૃતિક ખેતી કરે છે. 

    Bhavesh Vala, Gir Somnath :  ઉનાળો આવતાં જ લોકો ફળોના રાજા કેરી ખાવા માટે તલપાપટ થતા હોય છે, કેરી માટે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન ગીરમાં થાય છે. ગીરની કેસર કેરી ખુબ જ પ્રખ્યાત છે. જો કે કહેવત છે ને કે ઉતાવળે આંબા ન પાકે, આ કહેવત પ્રમાણે કેરી માટે આંબાની ખુબ જ માવજત કરવી પડે છે. જેટલી વધુ માવજત તેટલું જ કેરીનું ઉત્પાદન વધુ. આવી જ મહેનત તાલાળાના વાડલા ગીર ગામના ખેડૂત કરી રહ્યાં છે. આ ખેડૂતના આંબાના બાગમાં 22 જેટલા રાફડા આવેલા છે, આ રાફડામાં જીવાતની મદદથી કેરીનું ઉત્પાદન વધુ થતું હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે કેવા છે રાફડા અને કેવી રીતે તેઓ આ ખેતી કરી રહ્યાં છે તે આવો વિગતે જાણીએ.

    કેવી રીતે રાફડા આંબાની પ્રાકૃતિક ખેતી કરે છે આ ખેડૂત

    તાલાલાના વાડલા ગીર ગામે 50 વર્ષીય ખેડૂતના આંબાના બાગમાં 22 જેટલા રાફડા આવેલા છે. જેમાં ઉધઇ જોવા મળે છે. જે નિર્જીવ વસ્તુને ખાવાનું કાર્ય કરે છે. સાથે સાથે વાડલા ગીરના વિઠ્ઠલભાઇ સંઘાણી આંબાવાડીમાં પ્રાકૃતિક ખેતી કરે છે. અહીં આંબાના ઝાડમાં જીવામૃત અને છાશનો છંટકાવ કરે છે. જેના કારણે આંબામાં ઉત્પાદન સારૂ રહે છે. ગીર જંગલ પાસે આવેલા ખેડૂતના ખેતરમાં આવેલ 22 રાફડા છે. આ ખેડૂત રાફડાની માવજત કરે છે. વિઠ્ઠલભાઇ આંબાના બગીચામાં દર માસે જીવામૃત અને છાશનો છંટકાવ કરે છે. અને પાણીની સાથે પણ જીવામૃત આપે છે.



    10 વીઘા બગીચામાં 22 જેટલા નાના મોટા રાફડા

    વાડલા ગીર ગામના ખેડૂત વિઠ્ઠલભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે 10 વીઘા જમીનમાં કેસર આંબાનું વાવેતર કરેલ છે. તેમા તે પ્રાકૃતિક ખેતી કરે છે. જીવામૃત અને છાશનો છંટકાવ કરે છે. જ્યાં દવાની જરૂર પડે ત્યારે જાતે જ દવા બનાવે છે. પ્રાકૃતિક ખેતીના કારણે જ ખેતરમાં રાફડા જોવા મળે છે. રાફડાની અંદર પુસ્કર પ્રમાણમાં ઉધઇ અને જીવ હોય છે. જેના કારણે બગીચામાં રોનક સારી છે. અત્યારે તેના 10 વીઘા બગીચામાં 22 જેટલા નાના મોટા રાફડા છે. જેમાં ચાર રાફડા મોટા છે. અને બાકીના નાના છે. એક રાફડો તો આંબાના થડની વચ્ચે જ છે. છતાંય આ આંબો બહુ સારો છે. અને એની અંદર ઉત્પાદન સારૂ આવે છે. કેરી પણ મોટી થાય છે. તે 10 વીઘા બાગમાંથી 8 થી 10 લાખની કમાણી કરે છે.



    આંબામાં જે સાલ સુકાય ગય હોય તે સાલને રાફડામાં રહેલી ઉધઇ ખાય જાય છે. જેના કારણે ઝાડમાં પણ ફાયદો રહે છે. ઉધઇ કચરો ખાય છે. જે નિર્જીવ વસ્તુ પાન, ડાળી અને બાગમાં નીચે પડેલ વધુ ખાય જાય છે. એના અંગર થાય એને ઝાડ એના ખાદ્ય તરીકે લેય છે. કુદરતી રીતે એ પ્રક્રિયા એટલે પ્રાકૃતિક ખેતી કહેવાય છે.

    જીવામૃત કેવી રીતે બનાવે છે

    વિઠ્ઠલભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે જીવામૃત માટે 1 બેરલમાં 10 કિલ્લો છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલ્લો ચણાનો લોટ, 1 કિલ્લો ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ કરવામાં આવે છે. 4 દિવસ સુધી સવાર - સાંજ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ જીવામૃત દર મહિને આંબાવાડીમાં છંટકાવ કરે છે. પાણીની સાથે પણ આપે છે. જેના કારણે સારૂ ઉત્પાદન મળે છે. અને એક પણ આંબામાં બાંડી નામનો રોગ કે પછી ફૂગ આવતી નથી.
    First published:

    Tags: Gir-somnath, કેરી, ખેતી