Home /News /gir-somnath /દક્ષિણ ભારતના 5 રાજ્યના 51 શિવમંદિરોના 1001 ભાવિકોએ ઓનલાઇન સોમનાથ દાદાના દર્શન કર્યો

દક્ષિણ ભારતના 5 રાજ્યના 51 શિવમંદિરોના 1001 ભાવિકોએ ઓનલાઇન સોમનાથ દાદાના દર્શન કર્યો

ઓનલાઇન સોમનાથ દાદાના દર્શન

Somnath Temple Online Darshan: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સાથે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યો ઓનલાઇન પૂજન દર્શન અને આરતીનો લાભ લેવા જોડાયા હતા. 5 રાજ્યોના 51 મંદિરોમાં 1001 થી વધુ ભાવિકોએ પૂજન કર્યું હતું.

વધુ જુઓ ...
ગુજરાત: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સાથે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યો ઓનલાઇન પૂજન દર્શન અને આરતીનો લાભ લેવા જોડાયા હતા. 5 રાજ્યોના 51 મંદિરોમાં 1001 થી વધુ ભાવિકોએ પૂજન કર્યું હતું. અને અન્ય હજારોની માત્રામાં ભક્તો આ અદભુત કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. દક્ષિણભારતમાં મહત્વપૂર્ણ ધર્મસ્થાન ઐયપ્પા મંદિર સાથે અનેક લોકો ની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે આવે છે.

‘પુણ્યમ પુંગાવનમ’ પ્રોજેક્ટ


ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં કચરાના ઢગલાઓ મોટી સમસ્યા હતી. જે સમસ્યાનું નિરાકરણ લાવવા IPS અધિકારી પી.વીજયન દ્વારા ‘પુણ્યમ પુંગાવનમ’ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેથી તીર્થમાં સ્વચ્છતા સ્થાપવામાં સફળતા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. આ પુણ્યમ પુંગાવનમના સ્વયંસેવકો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ  સંયુક્ત પણે એક ઐતિહાસિક કાર્ય માં સહભાગી થયા હતા.

આ પણ વાંચો: શું તમે વાપરો છો એ શેમ્પુ નકલી તો નથી ને? સુરતમાં ડુપ્લીકેટ શેમ્પુ બનાવનાર ત્રણ ઝડપાયા

વર્ચ્યુઅલ શિવપૂજા અને આરતી


દક્ષિણના કેરળ,તામિલનાડુ,કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 51 થી વધુ પ્રખ્યાત શિવ મંદિરો એક સાથે ગુજરાતના સોમનાથ મંદિર સાથે જોડાયા હતા. આ 51 સ્થાનોથી 1001 ભક્તો ઓનલાઇન માધ્યમથી સોમનાથ મંદિરની વર્ચ્યુઅલ શિવપૂજા અને આરતીમાં જોડાયા હતા. સોમનાથ અધ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણા થી સોમનાથ ટ્રસ્ટનો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે.


લાઈવ દર્શન અને ઓનલાઇન પૂજા


આંતરરાષ્ટ્રિય કક્ષાએ વિશ્વભરના કરોડો લોકો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન અને ઓનલાઇન પૂજાની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ જ ઓનલાઇન પૂજા ની સુવિધાનો લાભ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના હજારો ભાવિકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ આયોજનની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા દક્ષિણના 51 મંદિરોના સોમનાથ સાથે જોડાવાના આ ઉત્તમ આયોજનને બિરદાવામાં આવ્યું હતું.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gir Somnath news, Gujarat News, Somnath Temple

विज्ञापन