મઉ, ઉત્તર પ્રદેશ : મોહમ્દાબાદ પોલીસ સ્ટેશનની હદના વલીદપુર ગામમાં રાંધણગેસનો સિલિન્ડર (Gas Cylinder) ફાટવાથી બે માળનું મકાન ધ્વસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે ડઝનથી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર જિલ્લા હૉસ્પિટલમાં ચાલી રહી છે. સૂચના મળતાં પહોંચેલી પોલીસ (Police) અને ફાયરબ્રિગેડ (Fire Brigade)ની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
પોલીસનું કહેવું છે કે મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટનામાં ઘાયલ 15 લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર દરમિયાન ત્રણ અન્ય લોકોના પણ મોત થયા. જે સમય આ દુર્ઘટના બની તે સમયે મકાનમાં લગભગ બે ડઝન લોકો હાજર હતા. હાલ રાહત કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે.
7 dead and 15 injured after a two-storey building collapsed following a cylinder blast at a home in Mohammadabad, Mau. Several feared trapped. More details awaited. pic.twitter.com/cFr7Q0pEr4
ઘટના સવારે સાડા સાત વાગ્યાની છે. સિલેન્ડર ફાટ્યા બાદ મકાનમાં આગી લાગી ગઈ. જેને જોઈ આસપાસના લોકો મકાનની અંદર ઘૂસ્યા. ત્યારબાદ મકાન ધ્વસ્ત થઈ ગયું. હજુ સુધી 10 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. હાલ જેસીબીની મદદથી કાટમાળને હટાવવાનું કામ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર છે જેથી ઘાયલોને વહેલી તકે સારવાર પૂરી પાડી શકાય.
મઉમાં થયેલા આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ જિલ્લાના જિલાધિકારી અને એસએસપીને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપયા છે. સાથોસાથ કહ્યુ કે, ઘાયલોને દરેક શક્ય મદદ પૂરી પાડવી.