Home /News /gandhinagar /ગાંધીનગર જિલ્લાના 1350 મતદાન મથકો માટે ઝોનલ રૂટ નક્કી કરાયા, તમામ બસો GPSથી સજ્જ

ગાંધીનગર જિલ્લાના 1350 મતદાન મથકો માટે ઝોનલ રૂટ નક્કી કરાયા, તમામ બસો GPSથી સજ્જ

પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજા

Gujarat Election 2022: વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેના માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેના માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના કુલ 13,24,604 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા ટ્રાન્સપરન્સી સાથે પૂર્ણ થાય તે માટે જિલ્લાની પાંચ બેઠકો પર કુલ 155 ઝોનલ રૂટ નક્કી કરી તેમના માટે ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

1350 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા


ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો પર મતદાનની તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દહેગામ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા અને કલોલ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના મતવિસ્તારના મતદાન મથકો અનુસાર રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 1350 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં દહેગામમાં 255, ગાંધીનગર દક્ષિણમાં 351, ગાંધીનગર ઉત્તરમાં 242, માણસામાં 265 અને કલોલમાં 237 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું - ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે’

ઝોનલ રૂટ અનુસાર બસના રૂટ પણ નક્કી


આ તમામ બેઠકો પર મતદાન મથક અનુસાર ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. દહેગામ બેઠક માટે કુલ- 26, ગાંધીનગર ઉત્તર બેઠક માટે 31, ગાંધીનગર દક્ષિણ માટે 39, માણસા બેઠક માટે 29 અને કલોલ બેઠક માટે 30 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. એક રૂટમાં વધુમાં વધુ 10 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોનલ રૂટ અનુસાર બસના રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ તમામ બસો જીપીએસ સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવશે. આ લિસ્ટમાંને કારણે સમગ્ર મતદાન પ્રક્રિયાની પારદર્શકતા વધશે.

આ પણ વાંચો: રાજ્યમાં ચૂંરણીનો મહોત્સવ પરંતુ અહીં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો

ચૂંટણીપંચ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી


વિધાનસભાની તૈયારી જોરમાં ચાલી રહી છે. ચૂંટણીપંચ દ્વારા તેના માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પારદર્શીતા સાથે ચૂંટણી યોજવા માટે ગાંધીનગરમાં બસોના રૂટ તૈયાર કરી રહ્યું છે. ત્યારે તેના માટે બસોના તમામ રૂટ નક્કિ કરવામાં આવી છે. આ સાથે વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gandhinagar News, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन