Home /News /gandhinagar /Gandhinagar: આ પક્ષી પ્રેમીના ઘરમાં રહે છે ચકલીઓ; નવરાત્રિના ગરબાનો કરે છે આવી રીતે ઉપયોગ

Gandhinagar: આ પક્ષી પ્રેમીના ઘરમાં રહે છે ચકલીઓ; નવરાત્રિના ગરબાનો કરે છે આવી રીતે ઉપયોગ

કુસુમબેનના

કુસુમબેનના ઘરે ચકલી સહિત 25 થી 30 પક્ષીઓના માળા છે.

નવરાત્રી પૂર્ણ થયા બાદ મંદિરે મૂકી આવીએ છીએ.પરંતું આ ગરબાનો પક્ષીઓ માટે સદૂઉપ્યોગ કરી શકાય છે.ઘર કે આસપાસ રહેલા ઝાડ પર નવરાત્રિના ગરબા ચકલીના માળા તરીકે ઉપ્યોગમાં લઈ ઘર બનાવી શકાય છે.સેક્ટર સાત મા રહેતા પક્ષી પ્રેમી આ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: નવરાત્રી દરમિયાન આપણે સૌ માતાજીનો ગરબો ઘરે લાવીએ છીએ અને નવરાત્રી પૂર્ણ થયા બાદ મંદિરે મૂકી આવીએ છીએ. પરંતુ શું આપણે વિચાર્યું છેકે આ ગરબાનો સદ્દઉપયોગ પણ થઈ શકે, ગાંધીનગરના કુસુમબેન સુથાર આ ગરબાનો ઉપયોગ કરીને પક્ષીઓ માટેના ઘર બનાવે છે.

    ગાંધીનગરના સેકટર- 7 માં રહેતા કુસુમબેન સુથાર પર્યાવરણ પ્રેમી છે. પર્યાવરણ અને પક્ષીઓ- પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ. તેમના ઘરને દૂરથી જ ઓળખી જવાય કારણકે ઘરના મુખ્ય પ્રવેશદ્વારમાં જ અનેક વૃક્ષો- છોડવાઓ અને તેના પર પક્ષીઓ માટે લટકતા ગરબાઓ. ઘરમાં પ્રવેશ થતા જ લાગે કે આપણે કોઈ જંગલમાં આવી ગયા છીએ, ખૂબ સરસ ઠંડક વાળું વાતાવરણ અને આસપાસ પક્ષીઓનો કલરવ. તેમની આ યાત્રા શરૂ થઈ આજથી 25 વર્ષ પહેલા તેમના ઘરની આસપાસ એક ચકલી જોઈ. વિચાર્યું કે હવે ચકલીઓ ખૂબ ઓછી જોવા મળે છે. ત્યારબાદ તેમણે વિચાર્યું કે આ ચકલી આપણા ઘરે કેમ માળો ના બાંધે ? આ વિચારથી તેમના પાડોશીના ઘરે અને પોતાના ઘરે ચકલી ઘર મૂક્યું.

    પાડોશીના ઘરે ચકલીને રક્ષણ મળે એ વાતાવરણ હોવાથી ચકલી એ ત્યાં માળો કર્યો. કુસુમબેને વિચાર્યું કે પોતાના ઘરે માળો કેમ ન બંધાયો? આ વિચાર બાદ તેમણે તેમના ઘરને પક્ષીઓને અનુકૂળ - સુરક્ષિત બનાવ્યું. ત્યારબાદ એક ચકલી થી શરૂઆત થયેલી યાત્રા આજે અનેક ચકલીઓ ત્યાં આવે છે, માળો બાંધે છે તેના બચ્ચા આવે છે અને ત્યારબાદ ઉડી જાય છે. ધીમે ધીમે આ ક્રમ આગળ વધતો ગયો કુસુમબેન આસપાસના નાના બાળકોને સાથે લઈને બાજુના મંદિરે જાય ત્યાંથી આ નવરાત્રિના ગરબા લઈ આવે અને તેને પક્ષીઓને અનુરૂપ ઘર બનાવી આપે અને પોતાના ઘરે અને આસપાસના લોકોને આપે.

    આ પણ વાંચો: હવે તમે પણ બની શકો છો સ્ટાર સિંગર; સ્પર્ધામાં એપ્લાય કરવાની આ છે છેલ્લી તારીખ

    આથી તેમના ઘરે ચકલી સહિત અત્યારે 25 થી 30 અલગ અલગ પક્ષીઓ આવે છે, રહે છે અને બચ્ચા થાય છે ત્યારબાદ ઉડી જાય છે. કુસુમબેન આ પક્ષીઓ માટે ખૂબ સાવધાની પૂર્વક બિલાડી થી અને બીજા પ્રાણીઓથી તેમની રક્ષા કરે છે. પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરે છે. અને નવાઈની વાત તો એ છે કે કેટલાય વર્ષોથી કુસુમબેનને પોતાનું ઘર રીનોવેશન કરાવવું છે પરંતુ રીનોવેશન દરમિયાન આ પક્ષીઓનું શું થાશે એ વિચારથી તેઓ પોતાનું ઘર પણ રિનોવેશન કરાવતા નથી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Birds, Environment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन