Home /News /gandhinagar /

AHEMDABAD: જાસપુર વિશ્વ ઉમિયાધામમાં યોગગુરુ બાબા રામદેવે નવનિર્મિત મંદિરની શિલાનું કર્યું પૂજન

AHEMDABAD: જાસપુર વિશ્વ ઉમિયાધામમાં યોગગુરુ બાબા રામદેવે નવનિર્મિત મંદિરની શિલાનું કર્યું પૂજન

હું પટેલોના રોટલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું

અમદાવાદ ખાતે આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામમાં (Vishv Umiyadham) ગઈ કાલે રવિવારે યોગગુરુ બાબા રામદેવે જગત જનની શ્રી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.

    પાર્થ પટેલ/ અમદાવાદ:  શહેરના વૈષ્ણોદેવી પાસે આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામમાં (Vishv Umiyadham) ગઈ કાલે રવિવારેયોગગુરુ બાબા રામદેવે(Yoga Guru Baba Ramdevji) જગત જનની શ્રી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ (President) આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં બાબા રામદેવજીનું સ્વાગત (Welcome) કરાયું હતું.

    આવકનું 10% દાન વિશ્વ ઉમિયાધામને આપો, સમાજ શ્રેષ્ઠ સ્થાને પહોંચી જશે

    જગત જનની મા ઉમિયાના (Jagat Janani Maa Umiya) ચરણોમાં ભાવ વિભોર થઈને પોતાની દિવ્યવાણીનો (Divinity) લાભ આપ્યો હતો. તેમણે કહ્યું કે આર. પી. પટેલ અને તેમની ટીમે ઉપાડેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણનું (Construction) કાર્ય એ ભગીરથ કાર્ય છે. આ કાર્યમાં તમે સૌ જોડાઈ તમારી આવકના 10 ટકા દાન વિશ્વ ઉમિયાધામને આપો. જેથી શ્રેષ્ઠ પાટીદાર (Patidar) સમાજનું નિર્માણ થાય.

    હું પટેલોના રોટલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું : બાબા રામદેવ

    વધુમાં તેમણે ઋણ સ્વીકારતાં કહ્યું કે હું પટેલ (Patel) સમાજના રોટલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. મને મોટો ક૨વામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. લેઉવા અને કડવા અલગ નથી. પાટીદાર સમાજ ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત (Organized) થાય અને આગળ વધે. હવે સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વ ઉમિયાધામ સનાતન ધર્મનું (Sanatan Dharma) સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.

    આ પણ વાંચો: પોલીસે સવારે છાપ સુધારવા કાર્યક્રમ કર્યો, સાંજે ટ્રાફિક પોલીસે છાપ બગાડી!

    આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવજી એ યુવાનો માટે વ્યસન મુક્તિની (Addiction Liberation) સલાહ પણ આપી હતી. તથા સમાજના યુવાનોમાં પ્રેમભાવ અને સદ્ભાવથી ભાઈચારાની ભાવનામાં વધારો થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ સાથે બાબા રામદેવજી એ વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામી રહેલા વિદ્યાર્થી માટેના સંકુલ માટે મોર્ડન અને પ્રાચીન ગુરૂકુલની (Gurukul) જવાબદારી લેશે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

    વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભૂતિઓ શિલાપૂજન કરતી ૨હેશે

    આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભૂતિઓ (The Glory of the World) જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન (Shilapoojan) કરતી ૨હેશે અને માતાજીના દર્શન (Darshan) કરવા આવતા રહેશે. જેથી તેમની ઊર્જા આ ભૂમિ પર સંચિત થતી રહે. તથા સંતોના (Saints) આશીર્વાદથી આ કાર્ય ઝડપથી સંપન્ન થાય એ જ અભ્યર્થના.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ, બાબા રામદેવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन