Home /News /gandhinagar /ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો કયા પ્રતિકો સાથે ચૂંટણી લડશે? જુઓ આ રહ્યું લિસ્ટ

ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો કયા પ્રતિકો સાથે ચૂંટણી લડશે? જુઓ આ રહ્યું લિસ્ટ

197 મુક્ત પ્રતિકો જાહેર કર્યા

election symbols: વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે 197 મુક્ત પ્રતિકો જાહેર કર્યા છે. આ મુક્ત પ્રતિકોમાં રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓને પ્રતિકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈ રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ઉમેદવારો પોતાની ચૂંટણી પ્રતિક પર મત આપવા માટે લોકોને અપીલ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યાર સુધીના બે મુખ્ય ચૂંટણી પ્રતિક કમળ અને પંજો દેશના સૌથી વધારે જાણીતા છે. આ ચિન્હો લોક માનસ પર અંકાયેલા ચુનાવ ચિન્હ સાબિત થયા છે. જે કોઇ પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતરે છે, તેઓ પોતાના ચૂંટણી ચિન્હ પર લોકો પાસે વોટ માંગે છે. પાર્ટીનુ ચુનાવ ચિન્હ તો ફિકસ હોય છે પણ જ્યારે કોઈ અપક્ષ ઉમેદવારી કરે છે ત્યારે તેમને પોતાના ચુનાવ ચિન્હની પસંદગી કરવાની હોય છે.

ચૂંટણી પંચે 197 મુક્ત પ્રતિકો જાહેર કર્યા


વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે 197 મુક્ત પ્રતિકો જાહેર કર્યા છે. આ મુક્ત પ્રતિકોમાં રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓને પ્રતિકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારો દ્વારા આ મુક્ત પ્રતિકોની પસંદગી થતી હોય છે. ઉમેદવાર દ્વારા આ પ્રતિકની પસંદગી માટે સામાન્યતઃ ત્રણ વિકલ્પ રજુ થતા હોય છે તે પૈકી કોઈ એકની ફાળવણી ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં થતી હોય છે.

આ પણ વાંચો: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો, વધુ ખર્ચ કરવામાં આવશે તો થશે કાર્યવાહી

ચીજવસ્તુઓને પ્રતિકો તરીકે જાહેર કરવામાં આવી


ચૂંટણી પંચે જે મુક્ત પ્રતિકોની યાદી જાહેર કરી છે તેમાં બ્રેડ, બે કપ, બ્રેડ ટોસ્ટર, મરચુ, દ્રાક્ષ, ગેસ સીલીન્ડર, ગેસ સ્ટવ, કપ રકાબી, ડોલ, ડોર બેલ, ડોર હેન્ડલ, ફ્રોક, પ્લેટ સ્ટેન્ડ, સેફ્ટીપીન, સ્કૂલબેગ, સાબુની ડીશ, ટુથબ્રશ, સોફા, ટૂથપેસ્ટ, દ્રે, વોલેટ, બારી, કુવો, ડસ્ટબીન, ટોફી, ચીપીયો, સીટી, વાંસળી, ફૂટબોલ, ગિફ્ટ પેક, પેન, સ્ટેન્ડ, પેટ્રોલપંપ, રેઝર, રીંગ, રૂમ કુલર, રૂમ હીટર, રબ્બર સ્ટેમ્પ, પીલવાનો સંચો, સિતાર, સ્લેટ, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર માઉસ, કવર, બંગડી, અલમારી, એરકંડીશન, બેબી વોકર, બલુન, બેટ, બેટ્સમેન, સાયકલ પંપ, કારપેટ, કેરમ બોર્ડ, પેન્સીલ બોક્સ, શટર, સ્ટમ્પ, ટી.વી. રિમોટ, સોફા, ટોર્ચ, બેલ્ટ જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે.

પ્રતિકોને અધિકારીની કચેરી બહાર લગાવવામાં આવ્યા


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મુક્ત પ્રતિકો ચૂંટણી અધિકારીની કચેરી બહાર લગાવવામાં આવ્યા છે. પંચ દ્વારા જે મુક્ત પ્રતિકો જાહેર કરાયા છે તેમાં લાકડી, ટાઈપરાઈટર, ત્રિકોણ, ટેલિફોન, ટેન્ટ, વેક્યુમ ક્લીનર, વાયોલીન, નાગરિક, લેટર બોક્સ, ડ્રીલ મશીન, ડંબેલ્સ, રબ્બર સ્ટેમ્પ, સ્કુલબેગ, કેલક્યુલેટર, ફૂટ ભરેલી બાસ્કેટ, બિસ્કીટ, બ્લેક બોર્ડ, બ્રીક્સ, સીસીટીવી કેમેરા, ચેઈન, દળવાની ઘંટી, આદણી-વેલણ, ચંપલ, કલર ટ્રે વીથ બ્રશ, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, આદુ, હારમોનિયમનો પણ સમાવેશ થાય છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, ગુજરાત ચૂંટણી 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन