Home /News /gandhinagar /

ગાંધીનગર: પત્નીએ સગીર દીકરી સાથે મળીને કરી પતિની હત્યા; આ કારણે આપ્યો હત્યાકાંડને અંજામ

ગાંધીનગર: પત્નીએ સગીર દીકરી સાથે મળીને કરી પતિની હત્યા; આ કારણે આપ્યો હત્યાકાંડને અંજામ

પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી.

Gandhinagar Murder case: ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામ (Kolvada village) ખાતે ગુરુવારે બપોરના સમયે એક મહિલાએ તેની દીકરીની મદદથી તેના પતિની ઘાતકી હત્યા કરી નાખી હતી.

    ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક એક ગામમાં પત્નીએ પતિની હત્યા (Wife kills husband) કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. આ કામમાં મહિલાની સગીર દીકરીએ પણ તેની મદદ કરી હતી. ઘર કંકાસને પગલે માતા અને દીકરીએ મળીને હત્યાકાંડને અંજામ આપ્યો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માતા-પુત્રીએ હત્યા માટે દસ્તો અને પેપર કાપવાના કટર (Paper cutter)નો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામ (Kolvada village) ખાતે ગુરુવારે બપોરના સમયે એક મહિલાએ તેની દીકરીની મદદથી તેના પતિની ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કોલવડા ખાતે રહેતા 45 વર્ષીય ઘનશ્યામ પટેલ (Ghanshyam Patel)ની તેની જ પત્ની અને દીકરીએ હત્યા કરી નાખી છે. પોલીસના કહેવા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા. જે બાદમાં બને અલગ અલગ રહેતા હતા. એક મહિના પહેલા જ પત્ની અને દીકરી સાથે રહેવા આવ્યા હતા. ગુરુવારે પત્નીએ તેની દીકરીની મદદ લઈને તેના પતિની હત્યા કરી નાખી હતી.



    આ મામલે પેથાપુર પોલીસે (Pethapur Police) ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મૃતક ઘનશ્યામ ભાઈને ભાઈ જગદીશભાઈએ આ મામલે ફરિયાદ આપી છે. એવી પણ માહિતી મળી છે કે 2008ના વર્ષમાં મૃતક ઘનશ્યાભાઈના ભાઈની પણ અમદાવાદની ગેંગે હત્યા કરી નાખી હતી. મૃતકન ભાઈ જશુ પટેલ હત્યા કેસમાં જામીન પર છૂટ્યો હતો ત્યારે તેની હત્યા થઈ હતી.

    આ પણ વાંચો: બ્રાન્ડેડ બોટલમાં રસ્તો દારૂ! 

    પતિની ઊંઘમાં જ પતાવી દીધો


    ઘનશ્યામ પટેલ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ કોંસ કે દસ્તાના પાંચથી છ ઘા મારી દીધા હતા. બાદમાં પેપર કાપવાના કટરથી ગળું કાપી નાખ્યું હતું. બાદમાં બૂમાબૂમ કરીને પતિનું આકસ્મિક મોત થયાનું નાટક કર્યું હતું. આ મામલે મૃતકના ભાઈને શંકા પડતા તેણે પોલીસને જાણ કરી હતી.

    મિત્રની પતિ સાથે લગ્ન


    એવી માહિતી સામે આવી છે કે મૃતક ઘનશ્યામ અને આરોપી પત્નીએ પ્રેમ લગ્ન કર્યાં હતાં. આરપી પત્ની ઘનશ્યામના એક મિત્રની પત્ની હતા. બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંનેએ લગ્ન કરી લીધા હતા. બાદમાં તે પત્ની સાથે કોલવડા ખાતે રહેવા આવી ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગાંધીનગર, ગુનો, પોલીસ

    આગામી સમાચાર