Home /News /gandhinagar /ગુજરાત CM નો સપાટો: કેમ છીનવાયા બે સિનિયર મંત્રીઓના ખાતા? જાણો આખું ગણિત
ગુજરાત CM નો સપાટો: કેમ છીનવાયા બે સિનિયર મંત્રીઓના ખાતા? જાણો આખું ગણિત
હવે પછી માર્ગ અને મકાન વિભાગનો કેબિનેટ કક્ષાનો હવાલો મુખ્યમંત્રી પોતાની પાસે રાખી રહેલા છે.
કોઈપણ સરકારમાં માર્ગ મકાન વિભાગ એ ખૂબ મહત્વનો માનવામાં આવે છે મોદીની છેલ્લા ઘણા સમયથી પાર્ટી ફોર્મમાંથી અનેક ફરિયાદો મળતી હોવાની પણ ચર્ચા હાલ પાર્ટી સુત્રો જણાવી રહેલા છે.
ગુજરાતની રાજનીતિ (Gujarat Politics)માં મૃદુ અને મક્કમ તરીકે જાણીતા થયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) આજે પોતાની સરકારમાં મહત્વનો નિર્ણય લઈ સૌ કોઈને પોતાની પ્રજા પ્રત્યે સેવા કરવાની મક્કમતાના દર્શન કરાવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે પોતાના મંત્રીમંડળના બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના પોર્ટફોલિયો લઈ લેવાનો નિર્ણય કર્યો છે.
સરકારમાં નંબર ટુ ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મુખ્યમંત્રી દ્વારા મહેસુલ વિભાગ લઈ લેવાનો નિર્ણય કરાયો છે જ્યારે પુર્ણેશ મોદી (Purnesh Modi) પાસેથી માર્ગ મકાન વિભાગ લઈ લેવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કર્યો છે. જો રાજેન્દ્ર ત્રિવેદીની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારમાં નંબર ટુ ની હેસિયતથી તેમની નિમણૂક કરવામાં આવી હતી. કાયદો અને મહેસુલ વિભાગ જેવા મહત્વના ખાતાઓ રાજેન્દ્ર ત્રિવેદીને આપવામાં આવેલા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી મહેસુલ વિભાગમાં તેમની કામગીરીને લઈને અનેક સવાલો એ ઉભા થઈ રહેલા હતા.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે પાર્ટીના અનેક સિનિયર લીડરો પણ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની કામગીરીથી નારાજ હતા. તો સાથે જ મહેસુલ મંત્રી જે રીતે સિંઘમ થઈ જુદી જુદી કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં રેડ કરી અધિકારીઓને ખખડાવ્યા તે પણ અધિકારી વર્ગની અંદર ખૂબ મોટો ચર્ચાનો વિષય બનેલો હતો ત્યારે આ તમામ મુદ્દાઓ પર પાર્ટી હાઈ કમાન્ડની નજર મંડાયેલી હતી. અંતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગનો પોર્ટફોલિયો લઈ લીધેલો છે.
હવે મહેસુલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીનો હવાલો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવેલો છે. આ સાથે જ મુખ્યમંત્રીએ પોતાના મંત્રીમંડળમાં એ પણ સંદેશો આપી દીધો કે, જે લોકો સરકારમાં સારી કામગીરી કરશે તેને રિપોર્ટ પણ આપવામાં આવશે અને જે લોકો સારી કામગીરી નહીં કરે નબળી કામગીરી કરશે તેમને દંડ પણ કરવામાં આવશે. તે જ રીતે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી આવતા કેબિનેટ મંત્રી પાસેથી પણ માર્ગ મકાન વિભાગ લઈ લેવામાં આવેલો છે.
કોઈપણ સરકારમાં માર્ગ મકાન વિભાગ એ ખૂબ મહત્વનો માનવામાં આવે છે મોદીની છેલ્લા ઘણા સમયથી પાર્ટી ફોર્મમાંથી અનેક ફરિયાદો મળતી હોવાની પણ ચર્ચા હાલ પાર્ટી સુત્રો જણાવી રહેલા છે ત્યારે પુર્ણેશ મોદી પાસેથી પણ આ મહત્વનો વિભાગ લઈ લેવામાં આવેલો છે. પાર્ટી સૂત્ર એમ પણ જણાવી રહ્યા છે કે, પુર્ણેશ મોદી માર્ગ અને મકાન વિભાગની કામગીરી માટે અધિકારીઓ આધારિત થઈ ગયેલા હતા. જેના પરિણામે અધિકારીઓ અનેક પ્રજાહિતના પ્રોજેક્ટ એ મંદગતિએ ચાલી રહ્યા હતા. તો જે રીતે ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ સર્જાઈ ત્યારે પૂર્ણેશ મોદીનો બે જવાબદાર નિવેદન પણ તેમનો પાસેથી આપવો પડ્યો લેવાનું કારણ બની રહ્યું છે.
હવે પછી માર્ગ અને મકાન વિભાગનો કેબિનેટ કક્ષાનો હવાલો મુખ્યમંત્રી પોતાની પાસે રાખી રહેલા છે જ્યારે ખૂબ સારી કામગીરી કરનાર જગદીશ પંચાલને આ વધારાની રાજ્ય કક્ષાની જવાબદારી આપવામાં આવી છે. જગદીશ પંચાલ પણ પોતાની કામગીરી અને વિભાગની અંદર સુજબુજના કારણે તેમને આ એવોર્ડ આપવામાં આવેલો છે. આમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સરકારના મંત્રીઓ સાથે જ તમામ યુરોપ્રેસીને પણ સંદેશો આપી દીધેલો છે કે પ્રજાહિતની અંદર તે આંકડામાં આકરા નિર્ણય લઈ શકે છે અને તેનું આ ઉદાહરણ તેમને પૂરું પાડ્યું છે.