AHEMDABAD: શહેરમાં એક તરફ પાણીની સમસ્યા,હવે AMC નવા પાણીના કનેક્શન માટે ચાર્જ વસૂલશે
AHEMDABAD: શહેરમાં એક તરફ પાણીની સમસ્યા,હવે AMC નવા પાણીના કનેક્શન માટે ચાર્જ વસૂલશે
સામાન્ય લોકો માટે રૂ. 1000 થી 2000 અને ઝૂંપડપટ્ટીના મકાનોને 1000 નો ચાર્જ
AMCની પાણી અને ગટર વ્યવસ્થા સમિતિએ નવા પાણીના જોડાણો (Connections) માટેના ચાર્જમાં વધારો કર્યો છે. AMC એ રહેઠાણના પ્રકાર પર આધાર રાખીને દરેક નવા પાણીના (Water) જોડાણ માટે રૂ. 1000 થી રૂ. 12,000 વચ્ચેનો નિશ્ચિત વન ટાઇમ ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું .
અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં (Garmi) શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા (Problem) રહેતી હોય છે. તેવામાં AMCની પાણી અને ગટર વ્યવસ્થા સમિતિએ નવા પાણીના જોડાણો (Connections) માટેના ચાર્જમાં વધારો કર્યો છે. AMC એ રહેઠાણના પ્રકાર પર આધાર રાખીને દરેક નવા પાણીના (Water) જોડાણ માટે રૂ. 1000 થી રૂ. 12,000 વચ્ચેનો નિશ્ચિત વન ટાઇમ ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે. તમામ ઝોન માટે ચાર્જ (Charge) એકસમાન હોવા જોઈએ.
પરંતુ મુખ્ય પાઈપલાઈનના કદ પ્રમાણે બદલાય છે.વોટર કમિટીએ (Committee) આ બાબત માટે સોમવારે એક બેઠક યોજી હતી. જેમાં 15 વર્ષ જૂના પાણીના કનેક્શન (Connection) મેળવવા માટેના વન ટાઇમ ચાર્જમાં રહેલી વિસંગતતાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ વોટર કનેક્શન માટે અલગ-અલગ ઝોન (Zone) પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે તે તમામ ઝોન માટે એકસમાન રહેશે.
4 ઝોનમાં પીવાના પાણીના નવા જોડાણો માટેના ચાર્જ 22 વર્ષ પહેલાના દરો પર આધારિત
કોર્પોરેશનની (Corporation) હદમાં આવેલા સાત ઝોનમાંથી સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોન અને વેસ્ટ ઝોનમાં પીવાના પાણીના નવા જોડાણો માટેના ચાર્જ 22 વર્ષ પહેલા નક્કી કરાયેલા દરો (Rates) પર આધારિત છે. વધુમાં ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં હાલના પાણીના જોડાણો માટેના શુલ્ક (Fees) 15 વર્ષ જૂના દરે નક્કી કરેલા છે.
આ તમામ ઝોનમાં પાણીના કનેક્શન માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડતા હતા અને તેમાં વિસંગતતાઓ હતી. જેના કારણે તમામ વોર્ડમાં (Ward) એકસરખા પાણીના ચાર્જીસ (Charges) રાખવાની નીતિ વિચારણા હેઠળ હતી. આથી સમિતિએ નવા પાણીના જોડાણો માટેના શુલ્કમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો.
સામાન્ય પાણીના જોડાણ માટે રૂ. 1000 થી રૂ. 2000નો ચાર્જ અને ઝૂંપડપટ્ટીના મકાનોને રૂ. 1000
રહેણાંક એકમો (Units) માટે સામાન્ય પાણીના જોડાણ માટે રૂ. 1000 થી રૂ. 2000નો ચાર્જ છે. ઝૂંપડપટ્ટીના મકાનોને રૂ. 1000માં પાણીનું કનેક્શન મળશે. જ્યારે ટેનામેન્ટ અથવા બંગલાઓને રૂ. 2000માં પાણીના કનેક્શન મળશે.
આ સિવાય પીઆરસી (PRC) કનેક્શન માટેનો દર કનેક્શનના કદ (Size) દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યાં નવા કનેક્શન માટે 3000 રૂપિયાથી 12,000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે. હાલમાં ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પ્રાયોગિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં મુખ્ય પાઈપલાઈનના (Pipeline) કદ અને નવા પાણીના જોડાણના આધારે રૂ. 2930 થી રૂ. 99,560 સુધીના વાર્ષિક ચાર્જ વસૂલવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર