Home /News /gandhinagar /

Gandhinagar: ક્ષત્રિય સમાજે ગાયો માટે બલીદાન આપ્યા છે, વિરેન્દ્રસિંહ સામેની કાર્યવાહી બંધ કરો: માલધારી સમાજ

Gandhinagar: ક્ષત્રિય સમાજે ગાયો માટે બલીદાન આપ્યા છે, વિરેન્દ્રસિંહ સામેની કાર્યવાહી બંધ કરો: માલધારી સમાજ

ગુજરાત સરકારે વીરેન્દ્ર સિંહ જાડેજા ઉપર કલમ 307 લગાવી છે

ગુજરાતભરમાં અત્યારે લમ્પી રોગના કારણે ગયોના મૃત્યુ થઈ રહ્યા છે.થોડા સમય પહેલા જામનગર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજા એ આત્મ વિલોપનનો પ્રયાસ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.જે બાબતે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

    Abhishek Barad, Gandhinagar: ગુજરાતભરમાં અત્યારે લમ્પી રોગના કારણે ગયોના મૃત્યુ થઈ રહ્યા છે. એકબાજુ સરકાર વેકસીનેશનની કામગીરી કરી રહી છે, ત્યારે અનેક પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ વેકસીન આપવામાં આવી રહી છે, તેમ છતાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે, અને અનેક ગાયો લમ્પીની બીમારીમાં સંપડાઈ રહી છે.

    આવા સમયે માલધારી સમાજના લોકો અને પશુપ્રેમીઓ રોષે ભરાયા છે, ત્યારે થોડા સમય પહેલા જામનગર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજા એ આત્મ વિલોપનનો પ્રયાસ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.જે બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, શનિવારે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ શહેરમાં હતા ત્યારે વીરેન્દ્રસિંહ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમના સાથીદાર ફિરોઝ ખફી સાથે ફરજ પર રહેલા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ જાડેજા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.


    ફરિયાદમાં જણાવાયું છે કે જ્યારે મુખ્યમંત્રી કલેક્ટર કચેરીમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠકમાં હતા, ત્યારે વીરેન્દ્રસિંહ અને પટેલે તેમની એસ.યુ.વી. (SUV) હાઇ સ્પીડમાં કમ્પાઉન્ડમાં ચલાવી હતી. જ્યારે દોલતસિંહે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંનેએ તેમને દોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સમયસર તે પોતાની જાતને બચાવી શક્યો. બાદમાં, બળજબરીથી કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા પછી, વિરેન્દ્રસિંહ વાહનમાંથી બહાર આવ્યો અને પોતાને જ્વલનશીલ પ્રવાહી છાંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ફરિયાદી અને અન્ય કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ પર પણ બળતણ રેડ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

    આ પણ વાંચો: વાહ! અનાથ દીકરીને દત્તક લઈ NIDમાં ભણાવી: વાંચો સામાન્ય દંપતીની અસામાન્ય કહાની 


    ગુજરાત માલધારી મહાપંચાતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ એ ગુજરાત સરકારના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે તાજેતરમાં પશુધનમાં આવેલા લમ્પી રોગચાળામાં 20,000 કરતા વધુ ગાય માતા મૃત્યુ પામેલ છે, અને અસંખ્ય ગાયોમાં રોગચાળો સપડાયેલો છે. તે સંદર્ભે જામનગર કોંગ્રેસના પ્રમુખ વીરેન્દ્ર સિંહ જાડેજા પોતાની વેદના અને લાગણી મંગાપશુ માટે દર્શાવતા આંદોલન કરી રહ્યા હતા એમાં કાય ખોટું નથી લોકશાહીમાં જે તે સરકાર હોય તેની સામે પ્રજા રેલી, સરગસ, ધારણા, આત્મ વિલોપન આવેદન પત્ર આપી શકે તે બંધારણીય હક છે.


    ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા વિરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે વીરેન્દ્ર સિંહ જાડેજા તો એ પરિવાર માંથી આવે છે કે જે ક્ષત્રિય સમાજે ગાયો માટે બલિદાન આપીયા છે. આજે પણ ઘણી જગ્યા પાળિયા થઈ પૂજાય છે. તે ગાયો માટે ક્ષત્રિય સમાજે જીવ ગુમાયા છે. ગુજરાત સરકારને રજૂઆત કરીએ છે કે વીરેન્દ્ર સિંહ જાડેજા ઉપરની કલમ 307 દૂર કરવામાં આવે.
    First published:

    Tags: Cows, Lampi Virus, Protest, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन