Home /News /gandhinagar /હું હજુ પણ 'CM' જ છું અને રહીશ: વિજય રૂપાણી

હું હજુ પણ 'CM' જ છું અને રહીશ: વિજય રૂપાણી

વિજય રૂપાણીની મુલાકાત લેતા ભૂપેન્દ્ર પટેલ.

CM Rupani Common Man: "હું ચોક્કસ ભગવાનનો આભાર માનવા માંગુ છું, સીએમ બન્યા પછી પણ મારી માનસિકતા કોમન મેનની જ રહી છે. અને એ આજે મને ખૂબ ઉપયોગી નિવડશે. કારણ કે આજે હું લોકો વચ્ચે જઈશ. લોકો મને પોતાનો જ ગણીને સ્વીકારશે."

ગાંધીનગર: આજે (13 સપ્ટેમ્બર) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા (Bhupendra Patel new CM of Gujarat) છે. આ સાથે જ વિજય રૂપિયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની (Ex-CM Vijay Rupani) ગયા છે. તેઓ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારંભ બાદ તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ હજુ પણ CM જ છે. વિજય રૂપાણીના સંદર્ભમાં CM એટલે કોમન મેન (Common Man). તેમનું કહેવું હતું કે હું કોમન મેન હતો અને કોમન મેન રહીશ. હું લોકોની વચ્ચે જઈને કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ. સાથે જ તેમણે રાજ્યના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ને શુભેચ્છા પાઠવી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં વિજય રૂપાણી (Vijay Rupani)એ જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીએ કહ્યુ છે કે હું તમારું માર્ગદર્શન લેતો રહીશ. મેં તેમને તમામ મદદની ખાતરી આપી છે. આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈએ શપથ લીધા છે. મેં તેમને શુભકામના પાઠવી છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ કરી છે તેમને નવા સીએમ ચાલુ રાખશે. ગુજરાત સોળેકળાએ વિકાસમાં આગળ રહ્યું છે. અમારા લાયક કંઈ પણ હશે અને તેઓ આદેશ કરશે તો અમે મદદ કરીશું."

આટલા વર્ષોથી પાર્ટીમાં સક્રિય રહ્યા બાદ હવે શું કરશો? તેવા પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટીનું કામ કરતો રહીશ. હું ચોક્કસ ભગવાનનો આભાર માનવા માંગુ છું, સીએમ બન્યા પછી પણ મારી માનસિકતા કોમન મેનની જ રહી છે. અને એ આજે મને ખૂબ ઉપયોગી નિવડશે. કારણ કે આજે હું લોકો વચ્ચે જઈશ. લોકો મને પોતાનો જ ગણીને સ્વીકારશે. જો મને અભિમાન આવ્યું હોત તો સ્વાભાવિક છે કે લોકોને ન ગમ્યું હોત. એટલે ભગવાનની કૃપા છે. કોમન મેન છું. કોમન મેન રહીશ. હજી પણ સીએમ જ છું. કોમન મેન જ છું."
" isDesktop="true" id="1132401" >

સીએમની વિદાય વેળાએ સર્જાયા ભાવુક દ્રશ્યો

રાજીનામા સાથે જ પોતાની સરકારી ગાડીની લાલ લાઇટ પોતાની જાતે જ ઉતારીને પોતાની સહજતા અને સરળતાનો ફરી એકવાર પરિચય આપનાર કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી (Vijay Rupani) આજે (13 સપ્ટેમ્બર, 2021) ઓફિશિયલ વિદાય લઇ રહ્યા છે. આજે આખરી દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સ્ટાફના તમામ અધિકારીઓ- કર્મચારીઓ અને સેવકોને મળીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતને મળ્યાં પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી, આ પહેલા ચાર પટેલ અગ્રણી મુખ્યમંત્રી બન્યાં હતાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.
First published:

Tags: Bhupendra Patel, Common man, Vijay Rupani, સીએમ

विज्ञापन