Home /News /gandhinagar /સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો

હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી

Harshad Ribadia: સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. હર્ષદ રિબડિયાએ પંજાનો સાથ છોડી હવે કમલનો હાથ પકડી લીધો છે. મહિતી પ્રમાણે હર્ષદ રિબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

    ગાંધીનગર: સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. કમલમ ખાતે વિધિવત રીતે હર્ષદ રિબડિયાને કેસરિયો ધારણ કરી લીધો હતો. પંજાનો સાથ છોડી હવે કમલનો હાથ પકડી લીધો છે. કમલમ ખાતે આજે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર્ષદ રિબડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. મહત્વનું છે કે, હર્ષદ રિબડિયા સૌરાષ્ટ્ર્ના દિગ્ગજ નેતા છે. હર્ષદ રિબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. 2007માં તેઓ કોંગ્રેસમાં જોયાડા હતા અને હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે.

    હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી


    હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ફક્ત ગણતરીના જ દિવસો બાકી છે. આવા સમયે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. હવે હર્ષદ રીબડિયા આજે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. બે દિવસ પહેલા રાજીનામું આપ્યા બાદ આજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે હર્ષદ રિબડીયા વિધિવત ભાજપમાં જોડાઈ ગયા છે.


    રીબડિયાને કરોડોનો ઓફર થઈ: કોંગ્રેસ પ્રભારી રધુ શર્મા


    ઉલ્લેખનીય છે કે, રીબડિયાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. કોગ્રેસને છોડ્યા બાદ હર્ષદ રિબડીયા ટૂંક જ સમયમાં કેસરિયા ધારણ કરી લીધો છે. આ સાથે જ હર્ષદ રીબડિયાને લઈને કોંગ્રેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હર્ષદ રિબડિયા પર ખુબ જ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રભારી શર્માએ કહ્યું કે રીબડિયાને આ માટે કરોડોનો ઓફર થઈ હતી. પહેલા તો તેમણે ના પાડી હતી. પણ હવે તેઓ પૈસા માટે થઈ કોંગ્રેસ છોડી રહ્યા છે. પૂરા કરશે.

    આ પણ વાંચો: સુરતમાં ફરી એકતરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન, હુમલામાં સગીરાને ગાલ પર આવ્યાં 17 ટાંકા

     કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે


    હર્ષદ રિબડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી દીધુ હતું. હર્ષદ રિબડિયાએ ​​સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતુ. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.

    ચૂંટણીના ગણતરીના જ દિવસોમાં કોંગ્રેસને મોટો ઝટકો


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો હતો. હર્ષદ રિબડિયાએ કાલે ​​મોડી સાંજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. કાલે તેમણે જાહેર કર્યું હતુ કે, તેઓ કાલે વિધિવત કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરવાના છે. કોંગ્રેસને હવે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન થઈ શકે છે, કારણ કે, હર્ષદ રિબડિયાના રાજીનામાથી કોંગ્નેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. જેથી કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રિબડિયા પર મોટા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat BJP, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन