Home /News /gandhinagar /Vehicle Scrappage Policy in Gujarat: શું તમારા ઘરમાં પણ 15 વર્ષ જૂનું વાહન છે? તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે

Vehicle Scrappage Policy in Gujarat: શું તમારા ઘરમાં પણ 15 વર્ષ જૂનું વાહન છે? તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે

જો બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે

ગુજરાતમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી પહેલી એપ્રિલથી ૧૫ વર્ષ જૂના લગભગ ૨૦ લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ ૨૦૨૧માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ ૫૦૦૦ રાજ્ય સરકારના વાહનો કે જેઓ ૧૫ વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે.

આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો રાજ્ય ત્યાં સુધીમાં ૧૦૦ ટેસ્ટ સ્ટેશન સ્થાપિત કરે છે તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ એ તમામ વાહનો માટે વધારવામાં આવી શકે છે કે જે ૧૫ વર્ષનું રજીસ્ટ્રેશન સાયકલ પૂરુ કરી ચૂક્યા હશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

એપ્રિલ ૨૦૨૪ સુધીમાં રાજ્યના માર્ગો પર લગભગ ૪૦ લાખ ભારે અને મધ્યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજ્યમાં રજીસ્ટર થયેલાં ૨.૫૦ કરોડ વાહનોમાંથી ૨૦૨૧-૨૨ની સામાજિક- આર્થિક સમીક્ષા મુજબ ૧.૧ કરોડ વાહનો ૧૫ વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાહનોનો હિસ્સો ૪૩ ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટેડ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ગુજરાતમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે. જોકે, રાજ્ય પાસે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ સ્ટેશન હોવાથી કેન્દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્યું છે, જે જૂન ૨૦૨૪માં શરુ થશે. જોકે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા ૧૦૦ ટેસ્ટિંગ સ્ટેશનો સ્થાપે પછી રાજ્ય ટુ વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટનો વિસ્તાર પણ કરી શકે છે, એવું પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એક વાર અયોગ્ય વાહનની નોંધણી રદ થઈ જાય પછી માલિકે તેને રાખવાનું અથવા તેને સ્ક્રેપ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ તેનો ઉપયોગ રસ્તા પર કરી શકશે નહીં.



હાલમાં સર્વિસ સ્ટેશનો ધરાવતા શોરુમ્સ કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે, પછી ભલે ને તે ફિટ ન હોય. રાજ્યના પરિવહન વિભાગે ખેડામાં બે અને ભાવનગરમાં એક એમ ત્રણ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓને પહેલેથી જ મંજૂરી આપી છે.  દરેક સુવિધા દીઠ આશરે રુપિયા ૧૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દરેક એક એકર જમીન પર બનશે. ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સ્ક્રેપિંગ પોલિસી સાથે આગળ વધી રહ્યા છીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Vehicle Scrappage policy, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો