Home /News /gandhinagar /તમે પણ ગુજરાતમાં શરૂ કરી શકશો વાહનોનું ફિટનેસ સેન્ટર, જાણો કેટલી ફી ચૂકવવી પડશે?

તમે પણ ગુજરાતમાં શરૂ કરી શકશો વાહનોનું ફિટનેસ સેન્ટર, જાણો કેટલી ફી ચૂકવવી પડશે?

આ વેપાર દ્વારા તમે દર મહિને હજારો રુપિયાની કમાણી કરી શકો છો.

એક કંપની અથવા અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશનો સ્થાપી શકશે. સેન્ટર માટે જમીન, બાંધકામ, અદ્યતન મશીનરી, સ્ટાફ સહિતનું માળખું પોતાના ખર્ચે તૈયાર કરવાનું રહેશે.

ગાંધીનગર: કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2021માં જાહેર કરેલી વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ પોલિસી (vehicle fitness testing policy) અને સ્ક્રેપિંગ પોલિસી (Vehicle scrapping policy) હેઠળ ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટેના ખાનગી સેન્ટરોને મંજૂરી આપતી પોલિસી ગુજરાત સરકારે જાહેર કરી છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમવાર વાહનોની ફિટનેસ પોલિસી જાહેર કરવામાં આવી છે.

આરટીઓની દેખરેખ હેઠળ થશે

આ પોલિસી હેઠળ અરજદાર રાજ્યમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ મશીન સ્થાપી શકશે. આ અંગે કોઇપણ અરજદાર અરજી કરી શકે છે. જેમાં મશીન, જમીન અને અન્ય સાથે ચાર કરોડ જેટલો અંદાજીત ખર્ચ થઇ શકે છે. એક અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશનો બનાવી શકે છે. આમા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પર ટેસ્ટના બુકિંગ અને ફી સહિતની પ્રક્રિયા કેન્દ્રની જોગવાઇ પ્રમાણે ઓનલાઇ રહેશે. આ પ્રક્રિયામાં આરટીઓ અને એઆરટીઓની દેખરેખ રહેશે.

ક્યારે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જરૂરી?

પીપીપી ધોરણે રજ્યમાં ફિટનેસ સેન્ટરો ઉભા કરવામાં આવશે. ભારે વાહનો માટે પ્રથમ આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને તે પછી દર વર્ષે જ્યારે ખાનગી હળવા વાહનો માટે 15 વર્ષે અને તે પછી દર પાંચ વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવાયું છે.

આ પણ વાંચો: સરોગેટ મધર પાસેથી બાળકી લેવા માતાપિતાએ કરવી પડી હાઇકોર્ટમાં રિટ

ફાયદો શું થશે?

આ પોલિસીથી પ્રદુષણ ઓછું થશે. આ સેન્ટરમાંથી બધા વાહનોને પાસ થવું પડશે એટલે રસ્તાઓ વધારે સુરક્ષિત બનશે. નવા સેન્ટર ખુલવાથી રોજગારીની તકો પણ વધુ મળશે. સ્ક્રેપ પોલિસીને લગતા ફાયદા પણ આને લાગુ થશે.  ક્યા વાહન માટે કેટલી ટેસ્ટિંગ ફી લેવાશે  તે જોઇએ.
વાહન 15 વર્ષથી ઓછા જૂના (રુપિયામાં ફી)15 વર્ષથી વધુ જૂના (રુપિયામાં ફી)
ટુ વ્હિલર400500
થ્રી વ્હિલર- કાર6001000
મિડીયમ-હેવી10001300
અન્ય વાહનો00001500

રાજ્ય વાહન વ્યવહાર મંત્રીએ શું કહ્યુ?

આ અંગે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકારની પોલિસી હેઠળ ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ માટેની પોલિસી લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યારસુધીમાં સરકારને આવા સ્ટેશન સ્થાપવા માટે 144 અરજીઓ મળી છે. એક કંપની અથવા અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશનો સ્થાપી શકશે. સેન્ટર માટે જમીન, બાંધકામ, અદ્યતન મશીનરી, સ્ટાફ સહિતનું માળખું પોતાના ખર્ચે તૈયાર કરવાનું રહેશે.
First published:

Tags: અમદાવાદ, ગાંધીનગર, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો