Home /News /gandhinagar /Vadnagar Conference: વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે

Vadnagar Conference: વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે

Vadnagar Conference : વડનનગરનો ભવ્ય વારસો વૈશ્વિક બનશે, 3 દિવસની ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ

Vadnagar Conferen : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના (Vadnagar Heritage) ભવ્ય ઇતિહાસ-વિરાસતને ઉજાગર કરવા ત્રિ-દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી પ્રારંભ

Vadnagar Conference : આઝાદીના અમૃત મહોત્સવના (Azadi Ka Amrut Mahotsav) ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નો (Vadnagar International Conference) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગાંધીનગરના (Gnadhinagar) મહાત્મા મંદિરથી (Mahatma Mandir) પ્રારંભ કરાવ્યો હતો

વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.18મી મે થી 20મી મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ શ્રી એરિક ફાલ્ટ તેમજ વિશ્વના 6 રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા
.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અવસ જણાવ્યું, ' વડનગર પ્રાચીનત્તમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. આ સંદર્ભમાં વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ વિશેષતા બનશે '

આ પણ વાંચો : Vadnagar Conference: વડનગરની ઐતિહાસિક વિરાસત દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનશે, જાણો શું છે ખાસ વાત

ભારત સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે.
" isDesktop="true" id="1210284" >

વધુમાં તેઓએ જણાવ્યું કે વડનગર એક પવિત્ર ધામ છે. વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે. ક્લાઇમેટ ચેન્જની ઐતિહાસિક સ્મારકો પરની અસર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારકા જેવું ભવ્ય નગર અને સંસ્કૃતિ ડૂબી ગયા, એ ઇતિહાસ આપણા માટે બોધપાઠ રૂપ બનવો જોઈએ. વડનગરમાં બૌદ્ધ મઠ મળી આવ્યા છે, કુશીનગર, સારનાથ, ગયાની જેમ વડનગર પણ બુદ્ધિસ્ટ સર્કિટનો એક ભાગ છે.

તાનારીરી મહોત્સવ રાષ્ટ્રીય સ્તરે ઉજવાશે

ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની તેમણે જાહેરાત પણ કરી હતી. લેખીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળના ઐતિહાસિક વારસાને વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન સ્થળ તરીકે વિકસાવવાના મંત્ર સાથે યોજાઈ રહેલી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગુજરાતને આગવી ઓળખ અપાવશે.

આ પણ વાંચો :  House Boat: હવે હાઉસ બોટમાં રોકાવા કેરળ કે કાશ્મીર જવાની જરૂર નહીં પડે, રાજ્યમાં શરૂ થઈ સુવિધા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ પ્રવાસીઓ વડનગર આવે એવો વિકાસ થશે

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત, ભારત અને વિવિધ દેશોમાંથી ભાગ લેવા આવેલા મહેમાનોને આવકારતાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડનગર જેવી અનેક પ્રાચીન-વિરાસતોએ ગુજરાતને ભારતમાં જ નહીં પણ ઐતિહાસિક-પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આગામી સમયમાં હજારો પ્રવાસીઓ ઐતિહાસિક નગર વડનગરની મુલાકાતે આવે તે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડનગર શહેરના ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટેની આ પ્રથમ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં કુલ ૬ સત્રમાં ભારત સહિત વિશ્વભરના પુરાતત્વ વિદો, તજજ્ઞો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શોધ-સંશોધન કરશે.
First published:

Tags: Gujarat Tourism, ગુજરાતી સમાચાર, વડનગર

विज्ञापन