Home /News /gandhinagar /ગાંધીનગર IIT દ્વારા કરાયુ યુનિક સંશોધન, જેના કારણે તમામ ઇલેકટ્રીક ગેઝેટસ હવે સુપર ફાસ્ટ ચાર્જ થશે
ગાંધીનગર IIT દ્વારા કરાયુ યુનિક સંશોધન, જેના કારણે તમામ ઇલેકટ્રીક ગેઝેટસ હવે સુપર ફાસ્ટ ચાર્જ થશે
વ્યાવસાયિક એપ્લિકેશન્સ માટે આ એક આશાસ્પદ ટેકનોલોજી છે
આ મુદ્દે ન્યુઝ18 ગુજરાતી એ જ્યારે IITGN અને JAISTની સંશોધન ટીમોસાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, અમે એનોડ માટે એક એવુ મટિરિયલ વિકસાવવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો.
ગાંધીનગર: તમે હવે ટૂંક સમયમાં તમારા બેટરી-આધારિત ગેજેટ્સ અથવા તો ઇલેક્ટ્રીક વાહનો (EVs) ને પણ અલ્ટ્રા-ફાસ્ટ ગતિએ ચાર્જ કરી શકશો કારણ કે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) અને જાપાન એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (JAIST)ના સંશોધકોની એક ટીમે એક નવા એનોડ મટિરિયલની શોધ કરી છે.
લિ-આયન બેટરી માટે શોધાયેલ નવા એનોડ મટિરિયલ થી અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ થશે. સાથે-સાથે ઇલેક્ટ્રોનિક ગેઝેટસની આવરદા પણ વધશે. આ પરિવર્તનકારી સંશોધન વાસ્તવિક જીવનમાં પણ એપ્લાય કરી શકાય તેમ છે. હાલ ગ્રેફાઇટ અને લિથિયમ ટાઇટેનેટ એ વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ લિથિયમ-આયન બેટરી (LIBs)માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એનોડ મટિરિયલ્સમાંથી એક છે જે લેપટોપ, મોબાઇલ ફોન, અને ઇલેક્ટ્રિક વાહનોને પાવર કરે છે.
હાલની ટેકનિકલની શુ મર્યાદાઓ છે ?
ગ્રેફાઇટ એનોડ સાથેના LIBs, જે અત્યંત ઊંચી ઉર્જા ઘનતા ધરાવે છે, તે એક ચાર્જ સાઈકલમાં ઇલેક્ટ્રિક વાહનને સેંકડો કિલોમીટર સુધી ચલાવી શકે છે. જો કે, તે સલામતીના મોરચે પડકારો ધરાવે છે કારણ કે તેમાં આગના જોખમો રહેલા છે.
લિથિયમ ટાઇટેનેટ એનોડ એ સલામત અને વધુ પસંદગીનો વિકલ્પ છે, અને તે ઝડપી ચાર્જિંગ પણ ઓફર કરે છે. પરંતુ તેની પાસે ઊર્જાની ઘનતા ઓછી છે જેનો અર્થ છે કે તેને વધુ વખત રિચાર્જ કરવાની જરૂર પડે છે.
નેનોશીટ આધારિત એનોડ મટીરીયલ આયન બેટરીને કઈ મુખ્ય વિશેષતાઓ છે ?
• અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સમય (મિનિટોમાં પૂર્ણ ચાર્જ) • લાંબી લાઈફ સાઈકલ (ઉચ્ચ ચાર્જ કરંટ પર 10,000 સાઈકલ્સ) • એનોડ તૈયાર કરવા માટે વપરાતી નેનોશીટ્સમાં છિદ્રોની ઊંચી ઘનતા હોય છે. જ્યારે નેનોશીટની પ્લેનર પ્રકૃતિ અને રસાયણ લી આયનોને પકડવા માટે ઉચ્ચ સપાટીનો વિસ્તાર પૂરો પાડે છે, તેથી આ છિદ્રો આયનોના વધુ સારા પ્રસારને સક્ષમ બનાવે છે.
આ મુદ્દે ન્યુઝ18 ગુજરાતી એ જ્યારે IITGN અને JAISTની સંશોધન ટીમોસાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, અમે એનોડ માટે એક એવુ મટિરિયલ વિકસાવવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો. જે બેટરીને ઝડપથી ચાર્જ કરવામાં સક્ષમ તો બનાવે જ પરંતુ તેની લાંબી આવરદા પણ સુનિશ્ચિત કરે. ટીમનો બીજો મુખ્ય વિચાર એ હતો કે મટિરિયલ એવુ હોવુ જોઈએ કે તેને સરળ સ્કેલેબલ રીતે બનાવી શકાય જેથી તે હાલની તકનીકને બદલી શકે.
પ્રોફેસર કબીર જસુજા (IITGN) અને પ્રોફેસર નોરીઓશી માત્સુમી (JAIST)ની આગેવાની હેઠળની સંશોધન ટીમે શોધી કાઢ્યું કે આ એનોડમાં ઉચ્ચ ડિસ્ચાર્જ ક્ષમતા (ઉપયોગની 10,000 સાઈકલ પછી પણ 80% સુધી) જાળવી રાખવાની સાથે અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા છે, મતલબ કે આ મટિરિયલમાંથી બનેલી બેટરી 10,000થી વધુ ચાર્જ સાઈકલ પછી પણ લગભગ એટલું જ ઉચ્ચ પ્રદર્શન આપશે.
વધુમાં રેડોક્સ પ્રતિક્રિયાઓને કારણે THNSનું કોઈ ધોવાણ થયું ન હતું, છિદ્રાળુતા પણ ખૂબ જ સારી રીતે જળવાઈ રહે છે, અને તે હજારો ચાર્જ-ડિસ્ચાર્જ સાઈકલ્સ પછી બહુ ઓછા વોલ્યુમેટ્રિક વિસ્તરણ (40% કરતા ઓછુ) સાથે માળખાકીય સ્થિરતા દર્શાવે છે.
વ્યાવસાયિક એપ્લિકેશન્સ માટે આ એક આશાસ્પદ ટેકનોલોજી છે જ્યાં ઉચ્ચ ઉર્જા ઘનતા, ઉચ્ચ શક્તિ, લોંગ લાઈફ, અને અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ઇચ્છિત છે. સંશોધન ટીમ આ કાર્યને પ્રયોગશાળામાંથી વાસ્તવિક જીવનમાં વપરાશમાં પરિવર્તિત કરવાની પણ યોજના બનાવી રહી છે.