Home /News /gandhinagar /

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કરી બેઠક

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કરી બેઠક

કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે જે નાણાંની ફાળવણી કરવામાં આવે છે.

PMJAY કાર્ડ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પીએમજેએવાય કાર્ડ અંગે અગાઉ નાની મોટી ફરિયાદો હતી પરંતુ આ ફરિયાદો નિરાકરણ કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કેન્દ્રીય પ્રધાનોને સૂચના આપી છે કે કેન્દ્રીય યોજનાઓનો પૂરેપૂરો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહી તેનો રિવ્યુ કરવો એટલુ જ નહી તેમાં કોઇ મુશ્કેલી હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી. તેમાં પણ આરોગ્યની સેવા (Health Service)એ માણસને અસર કરતી સુવિધા છે ત્યારે એ મુદ્દે વિશેષ ધ્યાન આપવા પણ પીએમ મોદીએ સૂચન કર્યું છે. જેના ભાગ રુપે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા (Union Health Minister Mansukh Mandaviya)એ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરીને નેશનલ હેલ્થ મિશન અને રસીકરણ અભિયાન પીએમજેએવાય (PMJAY) નો વ્યાપ વધારવા અંગે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને નિમિષાબેન સુથાર બેઠકમાં જોડાયા હતા અને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિત અધિકારીઓ હાજર રહયા હતા.

બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપણા જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે મહત્વની વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય લક્ષી સેવાઓને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી નાણા આપવામા આવે છે તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- રિક્ષાચાલક ખાડામાં પડ્યો, મંત્રીજી એ કહ્યું- વરસાદે પેટન્ટ બદલી એટલે રોડ ખરાબ થયા

કોરોનાને ડામવાને લઈને વધુને વધુ લોકોને વેક્સિનેશનના બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવા તમામ રાજ્યોના આરોગ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર આ માટે તમામ રાજ્યોને વિશેષ નાણાંની ફાળવણી કરી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે જે નાણાંની ફાળવણી કરવામાં આવે છે તે તમામનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પ્રકારનું આગ્રહ આરોગ્ય મંત્રી દ્વારા રાખવામાં આવ્યો હતો.

PMJAY કાર્ડ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પીએમજેએવાય કાર્ડ અંગે અગાઉ નાની મોટી ફરિયાદો હતી પરંતુ આ ફરિયાદો નિરાકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ભારતના આ જાણીતા ક્રિકેટરોએ લગ્ન પછી કર્યાં લફરા, 3 ખેલાડીઓના થયા છૂટાછેડા

ઉલ્લેખનીય છે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આરોગ્યની સુવિધા સામાન્ય જનધન સુધી પહોંચે છે કે નહીં તેની વિશેષ કાળજી લેવાની સીએમ ભૂપેનદ્ર પટેલે પણ આરોગ્ય પ્રધાન રુશિકેસ પટેલને આપી છે. અને આરોગ્યની મજબૂત સુવિધાઓની વાત સાથે પ્રજા વચ્ચે વોટ માંગવા જઇ શકાય તેવી સ્થિતિ ઉભી કરવા જણાવ્યું છે. જેને લઇને આરોગ્ય પ્રધાન ઓલરેડી ઇનિશિયેટીવ્સ માટે હાલ એકટીવ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Mansukh Mandviya, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन