Home /News /gandhinagar /Gandhinagar: પોતાના બાળકે પૂછેલા પ્રશ્નનનો જવાબ ન આપી શકતા દંપતીએ શહેરને સ્વચ્છ કરવાનું બીડું ઉપાડ્યું; આ હતી ઘટના

Gandhinagar: પોતાના બાળકે પૂછેલા પ્રશ્નનનો જવાબ ન આપી શકતા દંપતીએ શહેરને સ્વચ્છ કરવાનું બીડું ઉપાડ્યું; આ હતી ઘટના

X
સિવિક

સિવિક સમસ્યાઓના નિવારણથી લઈને અનેક પ્રકૃતિ લક્ષી સેવકાર્યો કરે છે

ગાંધીનગરમાં રહેતુ દંપતી પોતાના બાળક સાથે ગાર્ડનમાં ફરવા ગયા હતા તે દરમિયાન તેમના પુત્રે ગાર્ડનમાં પડેલી દારૂની બોટલ જોઈને પિતાને પૂછ્યું કે આ શું છે ? તે પ્રશ્નનો જવાબ આપી ન શક્યા હતા.તંત્રને વારંવાર રજૂઆતો કરી પણ કોઈ નિરાકરણ આયું નહી.

વધુ જુઓ ...
Abhishek Barad, Gandhinagar: સામાન્ય રીતે લોકો આસપાસની પરિસ્થિતિ જોઈને તંત્ર (System) સામે અનેક ફરિયાદો કરતા હોય છે, ત્યારે ગાંધીનગરના એક યુવા દંપતી (Young couple)ને વેઠવી પડેલી સમસ્યાઓને તંત્ર સામે ફરિયાદ નહીં પરંતુ તંત્રના સહાયક બનીને રજુઆત કરીને અનોખી પહેલ દ્વારા અનેક સમસ્યાઓનો (Problems) ઉકેલ મેળવે છે અને ગાંધીનગરને ચમકાવે છે.

"ગાંધીનગર ચમકાવું છે" (GCC) ગ્રુપની વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર જેવા ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી શરૂઆત કરી.

ગાંધીનગરના સેકટર-4 - A માં રહેતા મેહુલ તુવાર, તેમના પત્નિ હર્ષલબેન અને તેમના બાળકો સાથેએકવાર નજીકના મ્યુનિસિપલ ગાર્ડનમાં લટાર મારવા નીકળ્યા હતા ત્યારેતેમના પુત્રે ગાર્ડનમાં પડેલી દારૂની બોટલ જોઈને પિતાને પૂછ્યું કે આ શું છે ? આ ઘટના પછી મેહુલભાઈએ સ્થાનિક કોર્પોરેટરને અને તંત્રમાં અનેક ફરિયાદો કરી છતાં કોઈપરિણામમળ્યું ન હતું. ત્યારબાદ તેમણે એક જાહેર અરજી કરી અને ગાર્ડનમાં આવતા આશરે 200 જેટલા લોકોની સાઈન લીધી, જેથી એક મહિનાની અંદર આ સમસ્યાનો ઉકેલ આવ્યો. આ ઘટના બાદ તેમણે નક્કી કર્યું કે તંત્રની વિરુદ્ધમાં ફરિયાદ નહીં પરંતુ તંત્રના સહાયક બનીને રજૂઆત યોગ્ય રીતે કરવામાં આવે તો તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવે છે. ત્યારબાદ તેમણે "ગાંધીનગર ચમકાવું છે" (GCC) ગ્રુપની વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર જેવા ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી શરૂઆત કરી.

આ પણ વાંચો:ગાંધીનગર ડેપો દ્વારા સાતમ આઠમ તહેવારને લઈ વધારાની બસોની વ્યવસ્થા કરાઈ; આટલા રૂટ પર દોડશે બસો

અનેક સમસ્યાઓનો સકારાત્મક રીતે ઉકેલ તંત્ર સાથે મળીને તંત્રના સહાયક બનીને કરાવ્યો.

આ ગ્રુપની 2017માં શરૂઆતની મીટિંગમાં મેહુલભાઈ અને તેમના પત્ની એમ બે જ વ્યક્તિઓ હતા. ત્યારબાદ ધીમે ધીમે વધારે લોકો મીટિંગમાં આવવા લાગ્યા. શરૂઆતમાં શહેરમાં પડતી અનેક સિવિક સમસ્યાઓ (Civic Problems) જેવી કે ઉભરાતી ગટરો, રખડતી ગાયો, સ્ટ્રીટ લાઇટ બંધ, ગંદકી જેવી અનેક સમસ્યાઓનો સકારાત્મક રીતે ઉકેલ તંત્ર સાથે મળીને તંત્રના સહાયક બનીને કરાવ્યો. જે કોઈપણ વ્યક્તિને કંઈ ફરિયાદ હોય અને તેનો ઉકેલ માટેની પ્રક્રિયા ખબર ના હોય તો તેઓ GCC ગ્રુપનો સંપર્ક કરવા લાગ્યા. જે વ્યક્તિની સમસ્યા ઉકેલવા કોનો સંપર્ક કરવો તે ખબર ના હોય તેના માટે તેઓ યોગ્ય સંપર્ક સ્થાન શોધી આપતા અને છતાં જો સમસ્યા ના ઉકેલાય તો પોતાના ગૃપના માધ્યમથી રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી તેનું ફોલોઅપ પણ કરવા લાગ્યા. આ કારણે વધુને વધુ નાગરિકો આ ગૃપમાં જોડાવા લાગ્યા અને તેઓ સ્થાનિક કોર્પોરેટરથી લઈને પીએમઓ સુધી સોશિયલ મિડીયાના ઉપયોગથી તંત્રના સહાયક બનીને સમસ્યાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે.

તંત્રના જાગૃતતાના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમ થી લોકો સુધી પહોંચાડે છે

આ કાર્યમાં વિવેકાનંદ કેન્દ્રના સંયોજક એવા પત્નિ હર્ષલબેન સહિત પોતાના પરિવારનો પણ સાથ મળ્યો અને ધીમે ધીમે ગૃપનો વિસ્તાર પણ વધી ગયો, GCC (ગાંધીનગર ચમકાવવું છે) તંત્રના સહાયક - સમસ્યાઓનું સકારાત્મક રીતે નિરાકરણ ધ્યેય સાથે ઍક્ટિવ બ્લડ ડોનેશન, રોજગારી સંબધિત સહાયકતા, તળાવ બચાવવાના કામગીરી, પ્રકૃતિ રક્ષા માટે જાગૃતિ લાવવી, શહેરની સમસ્યાને તંત્ર સુધી પોહાચડવી અને સકારાત્મક રીતે નિરાકરણ લાવવું, વધુમાં વધુ વૃક્ષા રોપણ કરવું અને ઉછેરવા, સીડબોલ ની ઍક્ટિવિટી, તંત્રના જાગૃતતાના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમ થી લોકો સુધી પોહચડવા, ગીતા પઠન વર્ગ, સંસ્કૃતિ સવર્ધન ના કાર્ય જેના થકી સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય.આ ગૃપમાં જીવદયાના કાર્યો કરતા સ્વયંસેવકો પણ જોડાયાં છે અને કોઈ પણ આપત્તિમાં સેવાકાર્યો કરતા સેવાભાવી નાગરિકો પણ જોડાયા છે.

આ પણ વાંચો:એક ગામમાં સ્ત્રીનાં માસિકનાં ગંદા કપડાં જોઈ આ મહિલા બની ગયા pad woman 

કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદોને મદદ પહોંચાડી હતી.

આ ગૃપ દ્વારા સંસ્કૃત ભાષાના વર્ગો અને ગીત અધ્યયનની સેવા અધ્યાપક અજય રાવલ આપી રહ્યા છે. પર્યાવરણ સંબંધી કાર્યમાં પ્રજ્ઞેશભાઈ જોષીનાં અન્ય કાર્ય વ્યવસ્થામાં પ્રજ્ઞાબેન, રઘુભાઈ, કનુભાઈ, ક્રિશ્નાભાઈ, ઋષિકા ચક્રવર્તી, જીજ્ઞેશભાઈ, ભરતભાઈ, જયેશભાઈ સહિત અનેક તો એવા સ્વયંસેવકો જોડાયેલા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે મેહુલ તુવાર જેમને કયારેય રૂબરૂ મળ્યા પણ નથી આમ છતાં તેમની એક વિનંતી પર કોઈ પણ સેવાકાર્ય પાર પાડે છે. 'ગાંધીનગર ચમકાવું છે' ગૃપ અનેક નાગરિકો માટે પોતાની સમસ્યા ઉકેલવાનું પ્લેટફોર્મ બની ચુક્યું છે અને અત્યારે કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદોને મદદ પહોંચાડી હતી. આવા અનેક સેવાકાર્યોના કારણે ગાંધીનગર ચમકાવું છે (GCC) ગ્રુપની ઓળખ ગાંધીનગરના CCTV તરીકે પડી ગઈ છે.

આ ગ્રુપની સાથે તમે પણ જોડાઈ શકો છો, સંપર્ક: 919427018339
Twitter:https://twitter.com/of_gcc?t=4c5ScTZ-XoOAgHUABiId1A&s=08
First published:

Tags: City, Clean India, Polution, ગાંધીનગર