Home /News /gandhinagar /મહિલાઓ માટે ચેતવણીરુપ કિસ્સો: સસ્તામાં સોનું ખરીદવાની લાલચ છ લાખ રૂપિયામાં પડી; ઘી વેચવા આવેલી મહિલાઓ કળા કરી ગઈ!
મહિલાઓ માટે ચેતવણીરુપ કિસ્સો: સસ્તામાં સોનું ખરીદવાની લાલચ છ લાખ રૂપિયામાં પડી; ઘી વેચવા આવેલી મહિલાઓ કળા કરી ગઈ!
સોનાની લાલચ ભારે પડી (Shutterstock તસવીર)
Gold cheating case: હાજરાબીબી અને તેની દેરાણીએ છ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કરી ત્યારે ગોગીબેને રાત પડી ગઈ હોવાથી પૈસા સાથે લઈ જવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં દેરાણી-જેઠાણીને પૈસા લઈને દહેગામ ખાતેની નહેરુ ચોકડી પાસે બોલાવ્યા હતા.
ગાંધીનગર: મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો દહેગામ (Dahegam) ખાતે બન્યો છે. દહેગામ તાલુકાના બહિયલ ગામે (Bahiyal Village) ધી વેચવા આવેલી એક મહિલા સહિત અન્ય ત્રણ મહિલાઓ દેરાણી જેઠાણીને નકલી સોનું (Fake gold) પધરાવી ફરાર થઈ જતા તમામ વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે (Dahegam police station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તમામ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બહિયલ ગામ ખાતે રહેતા હાજરાબીબી હારૂનમિયા મલેકને ત્યાં ગોગીબેન (Gogiben) નામની મહિલા એક વર્ષથી ઘી વેચવા આવતી હતી. તેની સાથે રહેલી ત્રણ મહિલાને પૈસાની જરૂરિયાત હોવાથી સસ્તામાં સોનું આપવાની વાત ગોગીબેને કરી હતી. આથી લાલચમાં આવીને દેરાણી-જેઠાણી છેતરાયા હતા.
બહિયલ ગામનો બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મહિલા અગાઉ ઘી વેચવા આવી હતી. આ મહિલા દેરાણી-જેઠાણીને ત્યાં છેલ્લા એક વર્ષથી ઘી આપવા આવતી હતી. આ મહિલાએ તેમની સાથે રહેલી ત્રણ મહિલાઓને પૈસાની જરૂર હોવાથી સસ્તામાં સોનું વેચવાની લાલચ આપી હતી. જે બાદમાં ગોગીબેન નામની મહિલાના કહેવાથી સસ્તામાં સોનું લેવા માટે લાલચાયેલી દેરાણી જેઠાણીએ છ લાખ રૂપિયામાં સોનું ખરીદ્યું હતું. જોકે, સોનું નકલી હોવાનું જાણવા મળતાં દહેગામ પોલીસ મથકે ચાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તમામની ધરપકડ કરીને તેમની પાસેથી 3,43,000 રૂપિયા રિકવર કર્યાં હતા.
આ કેસની વિગતે વાત કરીએ તો બીજી જૂનના રોજ ગોગીબેન ઘી વેચવા આવ્યા હતા. તેમની સાથે ત્રણ મહિલા પણ હતી. આ દરમિયાન ગોગીબેને તેમની સાથે રહેલી મહિલાઓને સોનાની લગડી વેચવી છે તેવી વાત કરી હતી. બાદમાં મહિલાએ સોનાની વાત તેની દેરાણીને કરી હતી. અંતે 150 ગ્રામ સોનાની લગડી છ લાખ રૂપિયામાં ખરીદવાની વાત નક્કી થઈ હતી.
હાજરાબીબી અને તેની દેરાણીએ છ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કરી ત્યારે ગોગીબેને રાત પડી ગઈ હોવાથી પૈસા સાથે લઈ જવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં દેરાણી-જેઠાણીને પૈસા લઈને દહેગામ ખાતેની નહેરુ ચોકડી પાસે બોલાવ્યા હતા. દેરાણી-જેઠાણી ત્યાં પહોંચી ત્યારે ગોગીબેને તેની પાસે રહેલી થેલી તેમને આપી દીધી હતી અને છ લાખ રૂપિયા લઈ લીધા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગોગીબેને આપેલી સોનાની લગડીઓ નકલી હતી. આ મામલે પીડિત મહિલાઓએ ફરિયાદ આપી હતી.