ગાંધીનગર: ગાંધીનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબરો મેળવવા માટે ટુ-વ્હીલરની નવી સિરીઝ GJ-18-DR તેમજ ફોર વ્હીલર કારની જૂની સિરીઝ GJ-18-BN, GJ-18-BP, GJ-18-BQ GJ-18- BR અને GJ-18-BS તથા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝ Gj-18-BV નું ઓક્શન અને રિ-ઓક્શન શરૂ કરાશે. વાહનોના નંબરોની હરાજી ઓનલાઇન કરાશે, એટલું જ નહીં ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા ડાયનેમિક ઓક્શન પ્રોસેસ રહેશે. એટલે કે, હરાજીમાં ભાગ લઇ રહેલા અરજદારે વેબસાઇટ પર હરાજી પ્રક્રિયા દરમિયાન વખતોવખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. જે રૂ. ૧,૦૦૦ ના ગુણાંકમાં રહેશે. અત્યારની વન ટાઈમ બિડીંગ પ્રોસેસની જેમ એક જ વખતની બિડ પ્રોસેસ કરી શકાશે નહીં.
ગાંધીનગરના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ આ અંગે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પસંદગીના નંબરો માટે રાજ્ય સરકારના વર્ષ-૨૦૧૫ના પરિપત્ર અનુસાર ગોલ્ડન નંબર, સિલ્વર નંબર, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ. ફોર્મ વગેરે યથાવત રાખીને રાજ્ય સરકાર
ઓનલાઈન ઑક્શન કરવાનું નક્કી કર્યું છે. ઈ-ઑક્શન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન આગામી ૮ ડીસેમ્બરે સાંજે ૪.૦૦ કલાકે શરુ કરાશે. રજીસ્ટ્રેશન આગામી ૧૦ ડીસેમ્બરે સાંજે ૩.૫૯.૫૯ કલાકે બંધ થશે. ઈ-ઑક્શન ૧૦ ડીસેમ્બરે સાંજે ૪.૦૦ કલાકે શરુ થશે. અને ઈ-ઑક્શન ૧૨મી ડિસેમ્બરે સાંજે ૪.૦૦ કલાકે બંધ થશે.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે http:/parivahan.gov.in/parivahan પર નોંધણી કરવાની રહેશે. તેમજ આ વેબસાઇટ પર લોગ ઇન કરીને વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં અરજદાર નિષ્ફળ જશે તો મૂળ રકમ-બેઝ પ્રાઈસ જપ્ત કરીને ફરીવાર હરાજી કરવામાં આવશે.
ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આરબીઆઇ દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાનો રહેશે. ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરના સિલ્વર નંબર તથા ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઈસ ચૂકવવાની રહેશે.
" isDesktop="true" id="1293412" >
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણીને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે એસએમએસ કે ઈ-મેલથી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, નેટબેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચૂકવણુ કર્યું હશે તો તે જ મોડથી નાણાં અરજદારના ખાતામાં એસ.બી.આઈ-ઈ-પે દ્વારા પરત કરવામાં આવશે.