Union
Budget 2023

Highlights

Home /News /gandhinagar /રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, આ તારીખથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, આ તારીખથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી

સરકારનો ખેડૂતોને લઈને મોટો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજથી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજથી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે.

    જણાવી દઈએ કે, કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

    આ પણ વાંચો:  13,000થી વધુ મૃતકો સ્વર્ગમાંથી મેળવે છે પેન્શન, ખુલાસા બાદ વહીવટીતંત્રે લીધો આ નિર્ણય

    કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

    આ ઉપરાંત કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6,600 એટલે કે પ્રતિ મણ1,320 ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,335 એટલે કે પ્રતિ મણ 1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,450 એટલે કે પ્રતિ મણ 1,090 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Agriculture minister Raghavji Patel, Gujarat farmer, Gujarat Government, MSP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन