Home /News /gandhinagar /

Gandhinagar: કોરોનોમાં પતિને ગુમાવનાર આ આદિવાસી મહિલા હિંમત ન હારી: અનેક મહિલાઓને કરે છે પગભર 

Gandhinagar: કોરોનોમાં પતિને ગુમાવનાર આ આદિવાસી મહિલા હિંમત ન હારી: અનેક મહિલાઓને કરે છે પગભર 

300 કરતા વધારે બહેનોને ટ્રેનિંગ આપી ચુક્યા છે

ગાંધીનગરનાં સેક્ટર 4માં રહેતા 47 વર્ષીય છાંયાબેન ખરાડી સામાજિક સંસ્થા ચલાવે છે અને મહિલાઓને પગભર કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને મહિલાઓને આત્માનિર્ભર થવા માટેના  સીવણ ક્લાસિસ, ફેશન ડિઝાઇનિંગના ક્લાસિસ ચલાવે છે.

    Abhisek Barad, Gandhinagar: ઠોકર ખા કર ગીરના,ફિર ખુદ કો સંભાલના,ફીર દોબારા સે ચલના,યહી સંઘર્ષ હૈ, યહી જીવન કા સત્ય હૈ. આ વાતને સાર્થક કરતા ગાંધીનગરમાં રહેતા છાંયાબેન ખરાડીએ ચરિતાર્થ કરી છે.છાંયાબેનનાં જીવનમાં છેલ્લા થોડા મહિનાઓમાં અનેક સમસ્યાઓ આવી. સામાજિક, આર્થિક સમસ્યામાંથી પસાર થયા પણ પોતે હિંમત ન હાર્યા. તેની સામે ઝઝુમ્યા અને હાલ તેઓ અનેક મહિલાઓને રોજગારીની તાલીમ આપી રહ્યાં છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યાં છે.

    છાંયાબેન ખરાડી મહિલાઓને આત્માનિર્ભર થવા માટેના સીવણ ક્લાસિસ, ફેશન ડિઝાઇનિંગના ક્લાસિસ ચલાવે છે.

    ગાંધીનગરનાં સેક્ટર 4માં રહેતા 47 વર્ષીયછાંયાબેન ખરાડી સામાજિક સંસ્થા ચલાવે છે અને મહિલાઓને પગભર કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને મહિલાઓને આત્માનિર્ભર થવા માટેના સીવણ ક્લાસિસ, ફેશન ડિઝાઇનિંગના ક્લાસિસ ચલાવે છે.શરૂઆતમાં તેમની પાસે એક સીવણ મશીન હતું. આજે તેમની પાસે 15 મશીન છે અને અત્યાર સુધીમાં 300 કરતાં વધારે બહેનોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. સાવ નજીવા દરે તેઓ મહિલાઓને તાલીમ આપે છે.

    તેમના સાસુ અને સસરાનું અવસાન થયું અને ત્યારબાદ કોરોનામાં તેમના પતિનું પણ અવસાન થયું હતું.

    છાંયાબેનની જીવનનો સંઘર્ષ સાંભળશો તો તમને પણ થશે કે, આ કઠીન પરિસ્થિતિમાંથી કોઇ મજબુત મનોબળનો વ્યક્તિ જ બહાર આવી શકે.થોડા મહિનાઓ પહેલા, તેમના સાસુ અને સસરાનું અવસાન થયું અને ત્યારબાદ કોરોનામાં તેમના પતિનું પણ અવસાન થયું.પતિના અવાસાન બાદ પણ તેઓ હિમત ન હાર્યા અને પગભર થવા મક્કમ મન બનાવ્યું જે બાદ તેઓ એ નાથીબા કડી કોલેજ માંથી સિવન શિખ્યા હતા અને લોન લઈ મશીન વસાવ્યા હતા.

    બાળકોની સંભાળરાખવી ખુૂબજ મુસ્કિલ બની હતી.

    તેમના પતિની સાથે સાથે તેમને પણ કોરોના થયો હતો અને ICUમાં દાખલ કરવા પડ્યા હતા અને વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા હતા. આ રોગથી તેમના માનસ પર એટલી ગંભીર અસર થઇ હતી કે, તેઓ આઠ મહિના સુધી બોલી ચાલી શક્યા ન હતા. છાયાબેન વેન્ટિલેટર ઉપર હતા એ સમય દરમિયાન જ તેમના પતિનું અવસાન થયું હતું. આ તમામ સંઘર્ષો બાદ તેઓ ફરી આજે હિંમતભેર જીવન જીવી રહ્યાં છે અને અનેક બહેનોને આત્માનિર્ભર બનાવી રહ્યા છે.

    સરનામું: છાયાબેન ખરાડી 404/1, સેકટર 4, B, ગાંધીનગર, અથવા સંપર્ક કરી પણ વિગતો મેળવી શકો છે.સંપર્ક નંબર:9537859866
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Self-reliant, Womens, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन