ગાંધીનગર: અપક્ષ ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યોએ ભાજપ સમર્થન જાહેર કર્યું છે. વહેલી સવારે સત્ર શરૂઆત થાય તે પહેલા જ ત્રણ અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા હતા. ત્રણેય ધારાસભ્યોએ ભાજપ સરકારને સમર્થન આપતો પત્ર રાજ્યપાલને આપ્યો હતો. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઇ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.
અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યું હતું. ત્યાર બાદ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝલાએ જણાવ્યુ હતું કે, અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતા. લાગણીથી અમે ભાજપ સરકાર સાથે જોડાયા છીએ. અમે સરકારને સમર્થન આપ્યું છે. અમને વિશ્વાસ છે કે, આ સરકાર પ્રજાનું હિત વિચારે છે. સમગ્ર ગુજરાતનો જનમત ભાજપને મળ્યો છે.
અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, પ્રજાની ઈચ્છા હતી અને તેમના માન ખાતર ચૂંટણી લડ્યો હતો. અમે અમારા કાર્યકરો અને સમર્થકો સાથે મિટિંગ કરીને નિર્ણય કર્યો છે. અમારા વિસ્તારમાં વિકાસના અને પ્રજાલક્ષી કર્યો થાય માટે સમર્થન જાહેર કર્યું છે.
ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, પ્રજાએ વિકાસના કામો માટે ચૂંટ્યા હોય ત્યારે સરકારના ભાગરૂપે પ્રજાનું કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રી, અમિત શાહ અને મુખ્યમંત્રીની પ્રેરાયને સરકારને સમર્થન જાહેર કર્યું છે. પ્રજાને વિશ્વાસમાં લઇને સમર્થન સરકારને આપ્યું છે. વિપક્ષમાં રહીને પ્રજાલક્ષી કર્યો ન થઈ શકે.
નોંધનિય છે કે, ચૂંટણી પહેલા ધવલસિંહ ઝાલા , ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઇને ભાજપ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. પક્ષ વિરૂદ્ધ જઇ બળવો કરનાર ત્રણેય નેતાઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ કહ્યું હતું કે પક્ષ વિરોધી કામ કરનાર ક્યારે પાર્ટી પાછા નહી લેવામા આવે. પરંતુ આજે ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકાર સમર્થન આપ્યું તેમજ પાર્ટીને પણ સમર્થન આપ્યું હતુ.
હવે ત્રણેય નેતા માટે સી આર પાટિલા આદરણીય અને વડીલ છે. કદાચ ભલે ચૂંટણી પહેલા કોઇ કારણો સર ટિકીટ ન આપી પરંતુ આજે પ્રજાએ અમને મેન્ટેડ આપ્યો છે.