Home /News /gandhinagar /

Yoga for Humanity: આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘માનવતા માટે યોગ’ થીમ પર યોજાશે 

Yoga for Humanity: આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘માનવતા માટે યોગ’ થીમ પર યોજાશે 

યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ આજથી કરવામાં આવ્યો છે.

આ યોગ સપ્તાહની ઉજવણી 7 દિવસ અલગ-અલગ વિષયને અનુલક્ષી યોગ શિબિરો જિલ્લાના વિવિધ આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં ચલાવવામાં આવશે. જેમાં આજે યોગ અને પ્રાણાયમનું સ્વાસ્થ્યમાં મહત્વ વિષય પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં 1042 જેટલા વ્યક્તિઓ સહભાગી બન્યા હતા.

વધુ જુઓ ...
Yoga for Humanity: સમગ્ર વિશ્વમાં તા. 21મી જૂના રોજ યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી "Yoga for Humanity" ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ આજથી કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે  13 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 4 આયુર્વેદ અને 7 હોમિયોપેથી દવાખાના કુલ 24 સેન્ટર ખાતે આજ તા. 14મી જૂન, 2022ના રોજથી યોગ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ટીવી ચેનલ બંધ થતા પતિએ બાળકને માર્યો, પત્નીએ છરી મારી પતાવી દીધો

આ યોગ સપ્તાહની ઉજવણી 7 દિવસ અલગ-અલગ વિષયને અનુલક્ષી યોગ શિબિરો જિલ્લાના વિવિધ આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં ચલાવવામાં આવશે. જેમાં આજે યોગ અને પ્રાણાયમનું સ્વાસ્થ્યમાં મહત્વ વિષય પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં 1042 જેટલા વ્યક્તિઓ સહભાગી બન્યા હતા. તેમજ તા. 15 જૂનના રોજ – ‘શ્વસન તંત્ર માં યોગનું મહત્વ’, તા. 16મી જૂનના રોજ ‘ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ’, તા. 17મી જૂનના રોજ ‘પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’, તા. 18મી જૂનના રોજ ‘સંધાના દુખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’, તા. 19મી જૂનના રોજ ‘ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ’ અને તા. 20મી જુનના રોજ ‘માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ’ જેવી સ્વાસ્થ્ય વિષયક થીમ પર યોગ શિબિરો યોજાશે. જિલ્લાના જે નાગરિકો આમા ભાગ લેવા ઇચ્છતા હોય તે તમામ લોકો તેમની નજીકની યોગ શિબિરમાં નિ:શુલ્ક ભાગ લઇ શકશે.

આ પણ વાંચો- અન્ય દેશના બ્રેઇનડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના

જણાવી દઇએ કે, ગઇકાલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ ટુરિઝમના 75 આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Yoga Day Celebration, Yoga day programme, Yoga diwas

આગામી સમાચાર