Home /News /gandhinagar /

Gandhinagar: કોરોનાની આફતને અવસરમાં બદલી આ મહિલાએ! બનાવે છે 27 પ્રકારની વસ્તુઓ

Gandhinagar: કોરોનાની આફતને અવસરમાં બદલી આ મહિલાએ! બનાવે છે 27 પ્રકારની વસ્તુઓ

27

27 કરતા વધારે પ્રોડક્ટ જાતે ઘરે તૈયાર કરે છે

ગાંધીનગર સેક્ટર 22 માં રહેતા સ્નેહા બેન પટેલે કોરોના મહામારીના સમયગાળાને આફત નહી પણ અવસરમાં ફેરવી હર્બલ પ્રોડક્ટ બનાવી સ્વ ઉપ્યોગના સાથે સાથે લોકો પણ તે પ્રોડક્ટનો લાભ લે તેવું કરી બતાવ્યું છે.તેઓ 27 પ્રકારના હર્બલ અને નેચરલ પ્રોડક્ટ બનાવી રહ્યા છે.

વધુ જુઓ ...
    Abhishek barad, gandhinagar: એક મહિલા ધારે તો કઠિન થી કઠિન મુશ્કેલીઓનો સામનો કરી અડચણને અવસરમા બદલવાની આવડત રાખે છે.આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે ગાંધીનગરમાં રહેતા 43 વર્ષીય સ્નેહા બેન પટેલે.કોરોના મહામારી દરમિયાન સ્નેહા બેનને રોજીંદા વપરાસ મા લેવાતી પ્રોડક્ટ માર્કેટમાંથી ન મળી આવતાતઓએ સ્વ હસ્તે હર્બલ પ્રોડક્ટ બનાવી વાપરવાનું શરૂ કરી દીધુ હતું. હાલ તેઓ27 પ્રકારનાહર્બલ અને નેચરલ પ્રોડક્ટ બનાવી ચૂક્યા છે.જેને તેઓએક્ઝિબિશન અને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી સેલ પણ કરી રહ્યા છે.

    ગાંધીનગર સેક્ટર 22 માં રહેતા સ્નેહા બેન પટેલે કોરોના મહામારીના સમયગાળાને આફત નહી પણ અવસરમાં ફેરવી હર્બલ પ્રોડક્ટ બનાવી સ્વ ઉપ્યોગના સાથે સાથે લોકો પણ તે પ્રોડક્ટનો લાભ લે તેવું કરી બતાવ્યું છે.કોરોના કાળ દરમિયાન તેઓએ પ્રથમ હર્બલ હેર ઓઈલ બનાવ્યું હતું.બાદમાં તેઓએ વધુ પ્રોડક્ટ બનાવવા માટે સ્પેેશલ ટ્રેનિંગ પણ લીધી ડિગ્રી પણ મેળવી જેથી કરી તેઓ હર્બલ અને નેચરલ પ્રોડક્ટમાં વધારો કરી શકે.સ્વ વપરાસ માટે બનાવેલા પ્રોડક્ટને પોતે વાપરી પ્રોડક્ટની ગુણવત્તા પર ભરોસો કરવા જેવો છે કે નહી તેની ખાસ કાળજી રાખી તેઓને પોતાના બનાવેલા પ્રોડક્ટ પર વિશ્વાસ આવતા સગા સંબધીઓ અને જાણકાર લોકોને પ્રોટક્ટ યુસ કરવા સજેસ્ટ કર્યા હતા.જ્યાથી તેઓને સારૂ ફિડબેક મળી આવતા તેઓ એ પોતાના બનાવેલા પ્રોડક્ટને માર્કેટમાં ઉતારવાનું નક્કી કર્યું હતું.સ્નેહા બેનના પરિવારમાં ત્રણ સભ્યો છેપતિ અને એક બાળક જે 12માં ધોરણમાં ભણે છે.



    માર્કેટમાં પ્રોડક્ટ લોકો સુધી પહોંચે તે માટે તેઓ દ્વારાએક્ઝિબિશન અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રમોશન કરવામાં આવેછે. જેથી કરી તેઓએ બનાવેલા નેચર્લ અને હર્બલ પ્રોડક્ટ લોકો સુધી પહોંચે અને બિઝનેસમાં પણ વધારો થાય.તેઓએ ખાસ સ્કીન કેર, હેર કેર, બોડી કેર, લિપ કેર જેવી નેચરલ પ્રોડક્ટ બનાવી છે.હાલ તેઓએ બનાવેલા 27 હર્બલ અને નેચરલ પ્રોડક્ટ ઓનલાઈન ઓર્ડર અથવા સંપર્ક કરી ગ્રાહકને અનુકૂળતા પ્રમાણે ડિલિવરી આપે છે.તેઓ ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણેવ્યક્તિને સ્કીનની કે હેરની કોઈ સમસ્યા હોય તો અલગથી ઈન્ગ્રીડિયન્સઉમેરીને પણ સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી આપે છે.



    સરનામુ : 658, વાસ્તુનિર્માણ સોસાયટી, સેકટર-22, ગાંધીનગર.સંપર્ક નંબર : 8160581480. 

    ઓનલાઈન ખરીદીમાટેનીAsk skin care નામના વેબ પોર્ટલ ઉપલબ્ધ છે.https://instagram.com/ask_skin_care?igshid=YmMyMTA2M2Y=
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Women Empowerment

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन