Home /News /gandhinagar /

Gandhinagar: એક ગામમાં સ્ત્રીનાં માસિકનાં ગંદા કપડાં જોઈ આ મહિલા બની ગયા pad woman 

Gandhinagar: એક ગામમાં સ્ત્રીનાં માસિકનાં ગંદા કપડાં જોઈ આ મહિલા બની ગયા pad woman 

ગામડાની

ગામડાની યુવતીઓને ફ્રી માં પેડ વિતરણ કરે છે

આસપાસના ગામની સરકારી શાળાઓનો સંપર્ક કર્યો અને તેમને હકારાત્મક જવાબ મળતા, તેઓ મેન્સ્ટ્રુઅલ હાઈજીન અને જનરલ હાઈજીન વિશે જાગૃતતા માટે કાર્યો શરૂ કર્યા.આજે તેમની સાથે 20 કરતા વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. આ ગ્રુપનું નામ તેમણે "યૌવના" રાખ્યું છે.

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: દેશમાં યુવતીઓ અને મહિલાઓ માસિક દરમિયાન સ્વચ્છતાના અજ્ઞાનને કારણે અનેક રોગોના શિકાર બને છે. જેના કારણે આગળ જતા અનેક મોટી બીમારી થવાની સંભાવના હોય છે. મહિલાઓને 12 વર્ષની ઉંમરની આસપાસથી લઈને મોનોપોઝ આવે ત્યાં સુંધી દર મહિને માસિક આવે છે. મહિલાઓને માસિક દરમિયાન સ્વચ્છતા અને યોગ્ય રીતે પેડનો વપરાશ થાય એ ખૂબ જરૂરી હોય છે.તમે પેડમેનનું નામ તો સાંભળ્યું હશે, પણ શું તમે ‘પેડવુમન’નું નામ સાંભળ્યું છે? ગાંધીનગરમાં રહેતા 67 વર્ષીય એક મહિલા જેનું નામ વૈજયંતી ગુપ્તે છે ( Vaijayanti Gupte ), તેઓ પેડવુમનના (Pad woman) નામથી ઓળખાય છે.

  આ મહિલાને આજથી 10-11 વર્ષ પહેલા એક ગામમાં પ્રસંગોપાત જવાનું થયું હતું. આ દરમિયાન તેમણે ગામડામાં રહેતી મહિલાઓના માસિક (Menstruation)  દરમિયાનના કપડા ( Cloths ) સુકાતા જોયા કે જે બિલકુલ અસ્વચ્છ હતા, અને ગંદકીની આસપાસ સુકાતા હતા. આ જોઈને તેઓ અચંબામાં પડી ગયા અને વિચાર્યું કે આના લીધે યુવતીઓને અને મહિલાઓને કેટલાય રોગ થવાની સંભાવના છે. તેથી તેમણે પોતાની યથાયોગ્ય શક્તિ પ્રમાણે પેડ આપવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેઓ માસિક દરમ્યાનની સ્વચ્છતા વિશે જાગૃતતા ફેલાવવા અને પેડ વિતરણ કરવા માટે ગાંધીનગરની બાજુના એક ગામમાં ગયા.  પરંતુ ત્યાંના લોકોએ અંધશ્રદ્ધાને કારણે આ મહિલાને મારવા દોડયા. તેઓ કોઈપણ રીતે હેમખેમ બચીને પરત ફર્યા. આ ઘટના બાદ તેમણે સમજાણું કે આ વિશે હજી સમાજમાં જોઈએ તેટલી જાગૃતતા નથી.ત્યારબાદ તેમણે વિચાર્યું કે આ કાર્ય સ્કૂલમાં મળીને કરવું પડશે. આ પછી તેમણે આસપાસના ગામની સરકારી શાળાઓનો સંપર્ક કર્યો અને તેમને હકારાત્મક જવાબ મળતા, તેઓ મેન્સ્ટ્રુઅલ હાઈજીન (Menstrual hygiene) અને જનરલ (General hygiene) હાઈજીન વિશે જાગૃતતા માટે કામ કરવા લાગ્યા.  આ કાર્ય તેમણે એકલા હાથે કર્યુ હતું આજે તેમની સાથે 20 કરતા વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. આ ગ્રુપનું નામ તેમણે "યૌવના " રાખ્યું છે. સમય જતાં આ કાર્ય પુણેની એક કંપનીના ધ્યાનમાં આવ્યું અને આ સેવા કાર્યમાં જોડાવાનું કહ્યું. આ કંપની અત્યારે વર્ષના જોઈએ તેટલા તમામ સેનેટરી પેડ પુરા પાડે છે. આ કાર્ય કરતા ધીરે ધીરે યુવતીઓની બીજી અનેક સમસ્યાઓ સામે આવી, જેમ કે તેઓ આંતર વસ્ત્ર પહેરતા નથી. તેથી તેમણે આંતર વસ્ત્ર વિતરણ કરવાની પણ શરૂઆત કરી.

  આ પણ વાંચો : તમે બાળક પ્લાન કરો છો? તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગર્ભ સંસ્કારનો આ કોર્ષ તમારા માટે છે, ગર્ભ સંસ્કારનું અતથી ઇતિ જાણો  કોરોના દરમિયાન કચ્છ આજુબાજુના વિસ્તારમાં અનેક વિધવા મહિલાઓને આર્થિક સમસ્યાને કારણે કપડાની તંગી હતી, આ સમસ્યા તેમને ધ્યાને આવતા તેઓએ તુરંત 50 કરતાં વધારે વિધવા મહિલાઓ માટે કપડા અને વ્યવસ્થા કરી. આવી રીતે વૈજયંતીબેન અનેક સેવા કાર્ય કરી રહ્યા છે, અને તેમના પરિવારનો પણ તેમને સાથ સહકાર મળી રહ્યો છે.

  સંપર્ક નંબર : 9638893779 : વૈજયંતીબેન ગુપ્તા,સામાજીક કાર્યકર્તા
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Girls, Sanitary Pad, Social worker, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन