Home /News /gandhinagar /

GANDHINAGAR: પાટનગરમાં લાગશે પાણીના મીટર, પાટનગરમાં 24*7 કલાક પાણી મળશે

GANDHINAGAR: પાટનગરમાં લાગશે પાણીના મીટર, પાટનગરમાં 24*7 કલાક પાણી મળશે

પાણીની લાઈન નાંખવાની કામગીરી જુલાઈ, 2023 સુધીમાં પુર્ણ કરાશે

ગાંધીનગર (Gandhinagar) મહાપાલિકા વિસ્તારમાં આગામી જુલાઈ, 2023 સુધીમાં ચોવીસ ક્લાક પાણી પુરવઠો  પૂરો પાડી આપવામાં આવશે.આવતા વર્ષે શહેરમાં ચોવીસ ક્લાક પાણી મળવા સાથે પાણીમાં મીટર (Meter) પ્રથા પણ લાગુ થઈ જશે.સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાણી અપાશે.

વધુ જુઓ ...
    ગાંધીનગર (Gandhinagar) મહાપાલિકા વિસ્તારમાં આગામી જુલાઈ, 2023 સુધીમાં ચોવીસ ક્લાક પાણી પુરવઠો પૂરો પાડી આપવામાં આવશે. હાલમાં પાણીની લાઈન (Water Line) નાંખવાની કામગીરી ચાલી રહી છે. તેનો મતલબ એ થયો કે આવતા વર્ષે શહેરમાં ચોવીસ ક્લાક પાણી મળવા સાથે પાણીમાં મીટર (Meter) પ્રથા પણ લાગુ થઈ જશે. એટલે કે લોકોને મીટર પર પાણી મળશે તે પણ અત્રે નોંધવું રહ્યું.

    પાણીની લાઈનોનું આયુષ્ય પુરું થઈ જતા નવી લાઈનો નાખવાનું આયોજન

    સ્માર્ટ સિટી (Smart City) પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ચોવીસ ક્લાક પાણી પુરવઠો આપવાનું આયોજન છે. જે માટે હાલમાં પાણીની લાઈનનું નેટવર્ક (Network) ઉભું કરવામાં આવી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં પાણીની જે હયાત લાઈનો છે તે વર્ષો પુરાણી થઈ જતાં તેનું આયુષ્ય પુરું થઈ ગયું છે. પાંચ દાયકા ઉપરાંતનો સમયગાળો પાણીની લાઈનોને થઈ ગયો છે. જેના કારણે લાઈનો કટાઈ ગઈ છે. જર્જરિત થઈ છે. જેના કારણે લાઈનમાં (Line) વારંવાર ભંગાણ પડવાની ઘટના બને છે. પાણીની લાઈનમાં ક્ષાર પણ ભરાઈ ગયો હોવાથી પુરતા પ્રેશરથી (Pressure) પાણી મળતું ન હોવાની ફરિયાદ અવાર-નવાર ઉઠતી રહે છે.

    પાણીની લાઈન નાંખવાની કામગીરી જુલાઈ, 2023 સુધીમાં પુર્ણ કરાશે

    પાટનગરમાં હવે કોર્પોરેશન (Corporation) અસ્તિત્વમાં છે. વધુમાં સ્માર્ટ સિટીમાં શહેરની પસંદગી થઈ જતાં તેની ગ્રાંટમાંથી (Grant) શહેરમાં પાણીની લાઈન બદલી નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા દ્વારા મહાપાલિકાને 24 ક્લાક પાણી પુરું પાડવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારે જવાબમાં જણાવ્યું કે તેમાં પાણીની લાઈનનું નેટવર્ક નાંખવાની કામગીરી જુલાઈ, 2023 સુધીમાં પુર્ણ કરી ગાંધીનગર (Gandhinagar) મહાપાલિકાના તમામ વોર્ડમાં 24 ક્લાક પાણી પુરું પાડવાનું આયોજન છે.પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ (Project) હેઠળ પાણીની નવી લાઈનો અને પાણીના કનેક્શન (Connection) સાથે મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

    આ પણ વાંચો: મિત્રોને દારૂ પીવડાવવો ભારે પડ્યો, વરરાજા સહિત મિત્રને ખાવી પડી લોકઅપની હવા

    સમગ્ર શહેરમાં લોકોને પાણીનું મૂલ્ય ચૂકવવું પડશે

    મહાનગરપાલિકામાં 24 ક્લાક પાણી આપવા અંગેની જાહેરાત સરકાર (Government) દ્વારા ગત 23 ઓગષ્ટ, 2019માં કરવામાં આવી હતી. આ મંજુર કરાયેલા પાણી પુરવઠા યોજનાના કામોને ગત જુલાઈ, 2020માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની કામગીરી હાલમાં અમલીકરણ હેઠળ છે. ચોવીસ ક્લાક પાણી વિતરણમાં અદ્યતન SCADA સિસ્ટમ લાગુ કરાશે. વધુમાં મીટર પ્રથા પણ અમલી કરાશે. એટલે કે આવતા વર્ષ 2023થી ગાંધીનગરવાસીઓએ પાણીના પૈસા (Money) ચૂકવવા તૈયાર રહેવું પડશે. સમગ્ર શહેરમાં મીટરથી પાણી આપવામાં આવશે. એટલે કે જેટલું પાણી વાપરશે તેના પૈસા ચૂકવવા પડશે.

    સમગ્ર એશિયામાં (Asia) પાટનગર ગાંધીનગરમાં માથાદીઠ સામાન્ય કરતાં વધુ પાણી પુરવઠો આપવામાં આવે છે

    અત્રે એ નોંધવું રહ્યું કે આમ પણ સમગ્ર એશિયામાં (Asia) પાટનગર ગાંધીનગરમાં માથાદીઠ સામાન્ય કરતાં વધુ પાણી પુરવઠો આપવામાં આવે છે. બે વર્ષ પુર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહ તથા પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ (Virtual) ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. એ સમયે અમીત શાહે કહ્યું હતું કે 365 દિવસ 24*7 પાણી પૂરવઠો આપતું ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે. આ યોજનાને 24 મહિનામાં પુર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. શહેરમાં 50 વર્ષ જુના પાણીના (Water) નેટવર્કને બદલી નાંખી પાણીની લાઈન, પંપ સહિત સમગ્ર નવું નેટવર્ક સ્થાપવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gandhinagar News, ગાંધીનગર

    આગામી સમાચાર