અમદાવાદ: મહેસાણાનો (Mehsana) રહેવાસી એક યુવક હંમેશા અમેરિકામાં (America) સ્થાયી થવાનું સપનું જોતો હતો. તેના માતા-પિતા પોતાના પુત્રના સ્વપ્નથી વાકેફ હતા. તેમણે 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને બે એજન્ટોને (Agent) ચૂકવ્યા. જેમણે તેમના પુત્રને સ્ટુડન્ટ વિઝા (Student Visa) પર કેનેડા થઈને US મોકલવાની ખાતરી આપી. છોકરા અને તેના માતા-પિતાને બહુ ઓછી ખબર હતી કે તેઓને ટૂંક સમયની સવારી માટે લઈ જવામાં આવશે.
કેનેડાને બદલે યુવકને ગોવામાં (Goa) પંજીમ નજીકના એક અલગ જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો.
ગાંધીનગરનો એજન્ટ અને સોલાના ગૌરવ બંગ્લોઝમાં રહેતા વ્યક્તિએ યુવકના (Youth) માતા-પિતા પાસેથી એડવાન્સ તરીકે 25 લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલ કરી હતી. કેનેડાને બદલે યુવકને ગોવામાં (Goa) પંજીમ નજીકના એક અલગ જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો.
જ્યાં તેને ડુપ્લેક્સમાં બંધ કરી દેવામાં આવ્યો. એજન્ટો અને તેના સાગરિતોએ યુવકને માનસિક (Mentally) અને શારીરિક (Physically) ત્રાસ આપતા હતા. તેઓએ તેને તેના માતા-પિતાને વર્ચ્યુઅલ (Virtual) નંબર દ્વારા ફોન કરીને દબાણ કર્યું અને તે સુરક્ષિત રીતે કેનેડા પહોંચી ગયો તેમ જણાવવા કહ્યું હતું.
માતા-પિતા પાસેથી વધુ 31.5 લાખ રૂપિયા એકઠા કર્યા
મળતી માહિતી મુજબ એજન્ટોએ યુવકના માતા-પિતા પાસેથી વધુ 31.5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. ત્યારબાદ યુવકને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો. તે પછી એજન્ટો અને તેમના સહાયકો અન્ડર ગ્રાઉન્ડ (Under Ground) થઈ ગયા હતા.
પીડિત યુવકે ઘરે પહોંચી અને હકીકત પોતાના માતા-પિતાને જણાવી. આ ઘટના સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા. આ બનાવ અંગે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે વિવિધ ટીમો (Team) બનાવી આરોપીઓની શોધખોળ આરંભી છે. એજન્ટો વિરૂદ્ધ લુકઆઉટ (Lookout) નોટિસ જારી કરવામાં આવી છે. જેથી તેઓ ભારત છોડતા અટકાવી શકે.
અગાઉ ગાંધીનગર પોલીસમાં નોંધાયેલા આવા જ એક કેસમાં વિદેશમાં (Foreign) સ્થાયી થવા આતુર 15 ગુજરાતીઓનું પશ્ચિમ બંગાળમાં અપહરણ કરીને ઇમિગ્રેશન (Immigration) એજન્ટો દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. તેઓને ટોર્ચર કરીને નેપાળ બોર્ડર પાસેના એક ગામમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.15 ગુજરાતીઓના સંબંધીઓએ CM ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો. જેમણે ગાંધીનગર પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ કેસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક ટીમ તરત જ રવાના કરવામાં આવી હતી અને દિલ્હી પોલીસની મદદથી તમામ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
નકલી પાસપોર્ટ (Passport) સાથે સંકળાયેલા અન્ય એક કેસમાં જેનો ઉપયોગ કરીને ગુજરાતીઓને વિદેશ મોકલવામાં આવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર એજન્ટોની ધરપકડ કરી હતી. તપાસકર્તાઓ દિલ્હીના એક એજન્ટને શોધી રહ્યા છે.
જેમણે મેક્સિકન એજન્ટો સાથે જોડાણ કરીને ગુજરાતીઓને US-મેક્સિકન સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે USમાં ધકેલ્યા હતા.બંને આરોપીઓ માટે લુકઆઉટ નોટિસ (Notice) જારી કરવામાં આવી છે.