Home /News /gandhinagar /

Gujarat Assembly Election: વિધાનસભા ચૂંટણીને લઇ આગામી 22 અને 23 તારીખે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર આવશે

Gujarat Assembly Election: વિધાનસભા ચૂંટણીને લઇ આગામી 22 અને 23 તારીખે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર આવશે

22 અને 23મી જુલાઈના રોજ ચૂંટણીપંચ દ્વારા ખાસ વર્કશોપનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે અને ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ બે ક્વિસનો વર્કશોપ યોજવા માટે ગાંધીનગર આવી રહી હોવાથી પાટનગરના રાજકીય વર્તુળો પણ ઉત્તેજીત છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022)ને લઇને ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 22 અને 23 એમ બે દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission)ની ટીમ ગાંધીનગર (Gandhinagar) ખાતે આવી રહી છે. જેને લઇને તમામ જિલ્લાના કલેકટરો સાથે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ તેમજ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગને લઈને વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

22 અને 23મી જુલાઈના રોજ ચૂંટણીપંચ દ્વારા ખાસ વર્કશોપનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. તા. 22મી જુલાઈના રોજ ઈ.વી.એમ.ના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીને લઇ ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો છે. જેમાં 32 જિલ્લા કલેક્ટરો અને નાયબ જિલ્લા અધિકારીઓ મેલ તેમજ ઇ.વી.એમ. સપ્લાય કરતી અન્ય એજન્સીના ઇજનેરોની ટીમ હાજરીમા રહેશે.

તા. 23મી એ મતદાર યાદી સંદર્ભ જિલ્લા કલેકટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ માટેનો વર્કશોપ યોજવામાં આવે. આ બે દિવસીય વર્કશોપમાં હાજરી આપવા માટે 5 થી વધુ સિનીયર અધિકારીઓ કેન્દ્રીય ચૂંટણી પંચમાંથી આવી રહ્યા છે.

આ પણ વાંચો- આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે અને ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ બે ક્વિસનો વર્કશોપ યોજવા માટે ગાંધીનગર આવી રહી હોવાથી પાટનગરના રાજકીય વર્તુળો પણ ઉત્તેજીત છે. પંચ દ્વારા ચૂંટણીઓ અંગેની તૈયારીઓ હાલ ધીમી ગતિએ ચાલુ કરવામાં આવી છે પણ સપ્ટેમ્બરઓક્ટોબરમાં આ તૈયારીઓ વેગ પકડશે તેમ મનાઇ રહ્યું છે.

ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી અથવા તો બીજા સપ્તાહથી ઇ.વી.એમ., બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી. પેટનું ફર્સ્ટ લેવલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી ઓગષ્ટના અંત સુધીમાં સંપન્ન કરી દેવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો છે.

આ પણ વાંચો- માત્ર 3.5 ઈંચ વરસાદ પડતા વડોદરાના રોડ રસ્તા બેટમાં ફેરવાયા

મળતી વિગતો પ્રમાણે મતદારયાદીના વર્તમાન નિયમોમાં પણ પંચ દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવા સહિતના મહત્વના સુધારાઓ પર બીજે દિવસે વર્કશોપમાં ચર્ચા કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે રાજ્યની વિધાનસભા માટે રાજ્યભરમાં 56 હજારથી વધુ મતદાન મથકો આવેલા છે. એટલે ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી સપ્ટેમ્બરમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ પણ યોજાઇ શકે છે તેવા સંકેતો પંચના વિશ્વસનીય સૂત્રોમાંથી મળી રહ્યા છે.તા. 22 અને 23મીના બે દિવસીય વર્કશોપને લઈ હાલ પંચના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly, Gujarati news, ગાંધીનગર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन