શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગે મુસાફરોને રાહત આપવા માટે શહેરમાં બપોરે ત્રણ કલાક માટે 123 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દીધા,આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા.
અમદાવાદ: મુસાફરોએ (Passenger) બપોરના મધ્ય સમયે ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) બંધ કરવાના ટ્રાફિક વિભાગના પગલાનું સ્વાગત કર્યું અને કહ્યું કે સિગ્નલ (Signal) પર રાહ જોવાનો સમય (Time) ઓછો કરો.
ગરમીમાં રાહત આપવા 123 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દીધા.
અમદાવાદમાં (Ahmedabad) ચાલુ ગરમીના મોજામાં (Wave) 46.2 ડિગ્રી સેલ્સિયસનો અનુભવ થયો હતો. જેની વચ્ચે ટ્રાફિક વિભાગે મુસાફરોને રાહત આપવા માટે શહેરમાં બપોરે ત્રણ કલાક માટે 123 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દીધા હતા. શહેરના ટ્રાફિક જંકશન (Traffic Junction) પર જ્યાં સિગ્નલ એમ્બર (Amber Or Yellow) પર રાખવામાં આવ્યા હતા ત્યાં વાહનોનો (Vehicle) મુક્ત પ્રવાહ જોવા મળ્યો હતો.
આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા.
46.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ (Heat) સ્થળ રહ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર 46.3 ડિગ્રી સેલ્સિયસ સાથે ત્રીજા સ્થાને અને અમદાવાદ 46.2 ડિગ્રી સેલ્સિયસ સાથે ત્રીજા સ્થાને સૌથી ગરમ રહ્યું. IMD મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન (Temperature) ઊંચું રહેવાની શક્યતા છે અને તે પછી તાપમાનમાં ઘટાડો થશે.
સિગ્નલો પર રાહ જોવાનો સમય 40% ઘટાડાયો
ટ્રાફિક વિભાગે (Traffic Department) સોમવારે ગરમી ચરમસીમાએ હોય ત્યારે બપોરના સમયે કુલ 123 ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રવાસીઓની (Tourist) તકલીફો ઓછી કરવા માટે સિગ્નલો પર રાહ જોવાનો સમય 40% ઘટાડવાનો પણ નિર્ણય (Decision) લેવામાં આવ્યો હતો.
શહેરના રસ્તાઓ (Road) પર ટ્રાફિકના પરિણામે મુક્ત પ્રવાહને લીધે મુસાફરો માટે મુસાફરીનો એકંદર સમય ઘટાડવામાં પણ મદદ મળી હતી. ઘણા લોકો કહે છે કે દ્વિચક્રી (2 Wheeler) વાહનો પર મુસાફરી કરવી થોડી સરળ બની ગઈ છે.
મણિનગરના એક રહેવાસી જેઓ રોજબરોજ મોટરસાઈકલ પર એસજી હાઈવે (SG Highway) સુધી ઓફિસે આવે અને જાય છે. તેમણે જણાવ્યું હતું કે સિગ્નલો પર રાહ જોવાના સમયમાં ઘટાડો અને કેટલાક સિગ્નલો બંધ કરવા એ એક સારું પગલું છે. પરંતુ પોલીસે પર્યાપ્ત ફોર્સ (Force) તૈનાત કરવી જોઈએ. જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય.
અન્ય એક નવરંગપુરાના રહેવાસી જે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે અને તે મોટરસાઇકલ (Bike) પર મુસાફરી કરે છે. તેમણે કહ્યું કે તડકામાં ટુ વ્હીલર પર લાંબા સમય સુધી ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવી ખૂબ મુશ્કેલ છે. ઘણી જગ્યાએ રાહ (Wait) જોવાનો સમય ત્રણ મિનિટની નજીક હોય છે. તેથી ટ્રાફિક વિભાગની આ પહેલ અમને ઘણી મદદ કરે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર