Home /News /gandhinagar /

AHEMDABAD: ભરઉનાળે શહેરના રસ્તાઓ પર પડ્યા ભૂવા, તંત્રની કામગીરીમાં પોલમપોલની આશંકા

AHEMDABAD: ભરઉનાળે શહેરના રસ્તાઓ પર પડ્યા ભૂવા, તંત્રની કામગીરીમાં પોલમપોલની આશંકા

ભરઉનાળે શહેરના રસ્તાઓ પર પડ્યા ભૂવા

શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લીધે રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ જોખમી રસ્તાને લીધે દરરોજ નાની-મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.

    અમદાવાદ:  શહેરમાં (City) રસ્તાઓની (Road) બિસ્માર હાલતને લીધે તેની પરેશાનીનો સામનો સામાન્ય લોકોએ (Public) કરવો પડતો હોય છે. આ જોખમી રસ્તાને લીધે દરરોજ નાની-મોટી અકસ્માતની (Accident) ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ તેના નિરાકરણ માટે તંત્ર કામ કરવામાં ઢીલાશ રાખી રહ્યું છે. ગંભીર રસ્તાને કારણે કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ (Life) ગુમાવી બેઠા છે. છતાં પણ તંત્ર પોતાની કામગીરી સમયસર સુધારવાનું નામ લેતી નથી. તથા લોકો દ્વારા કરવામાં આવેલા રસ્તાના સમારકામની ફરિયાદો (Complaint) સામે આંખ આડા કાન ધરી રહી છે.

    રસ્તાના લેવલિંગ પણ અયોગ્ય હોવાથી વાહનો સ્લિપ થવાના વધ્યા બનાવો

    શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ રિંગ રોડ બ્રિજ પાસેનો સર્વિસ રોડ (Service Road) છેલ્લા બે-ત્રણ વર્ષથી બિસમાર બન્યો છે. જેમાં વાહનચાલકોને (Drivers) ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મુખ્ય રસ્તા અને સર્વિસ રોડના થીગડા મારીને હંગામી ધોરણ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેનું લેવલિંગ (Leveling) પણ અયોગ્ય હોવાથી વાહનો સ્લિપ (Sleep) થવાના બનાવ બની રહ્યા છે. સતત વાહનોથી ધમધમતા રસ્તા પર તંત્ર દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવે તેવી માગ ઊઠવા પામી છે. તંત્રની બેદરકારી ક્યારેક મોટા અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે.

    ભરઉનાળે શહેરના રસ્તાઓ પર પડ્યા ભૂવા

    ત્યારબાદ અજિતમિલ ચાર રસ્તાથી રખિયાલ તરફના જાહેર રસ્તામાં ચાર દિવસથી ભૂવો પડયો છે. તેનું સમારકામ કરવાના બદલે મ્યુનિસિપલ (Municipal) તંત્રે માત્ર બેરિકેડ (Barricade) મૂકીને જ સંતોષ માન્યો છે. જો કે ભરઉનાળે શહેરના રસ્તાઓ પર ભૂવા પડતા હોય તેના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે રસ્તો બનાવાની કામગીરી કેટલી નબળી કક્ષાની હશે. જો કે રસ્તાની કામગીરી મામલે અનેકવાર મ્યુનિસિપલ તંત્ર ઉપર આંગળીઓ ઊઠી છે. ત્યારે રસ્તાની કામગીરી મામલે મ્યુનિસિપલ તંત્ર પણ કડકાઇ દાખવે તે સમયની માંગ છે. આમ હાલ તો થી રખિયાલ તરફના જાહેર રસ્તામાં પડેલા ભૂવાનું તાકીદે સમારકામ (Renovation) કરવામાં આવે તેવી જનમાગ ઊઠવા પામી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં 15થી 49 વર્ષની વયના 14 ટકા પુરુષો હાયપરટેન્શનનો શિકાર

    પીકઅવર્સમાં ટ્રાફિકના સમયે બેરિકેડ સાથે અથડાવાનો નાગરિકોને ભય

    અજિતમિલ ચાર રસ્તા બીજી તરફ વાત કરીએતો કાલુપુર રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ (Exit Gate) સામે બેરિકેડ રસ્તા પર પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. ખાસ કરીને પીકઅવર્સમાં (Peak Hours) ટ્રાફિકના સમયે બેરિકેડ સાથે અથડાવાનો નાગરિકોને ભય સતાવી રહ્યો છે. ટ્રાફિક (Traffic) પોલીસ બેરિકેડનું ધ્યાન રાખે તે પણ જરૂરી છે.આમ શહેરના રોડના સમારકામની સમસ્યા (Problem) દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે. ત્યારે હવે જાહેરજનતાએ એ જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ ક્યારે આવશે ?
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ

    આગામી સમાચાર