સિંગલ યુસ પ્લાસ્ટિકનો ઉપ્યોગ કર્યા બાદ લોકો તેને આમ તેમ જાહેર જગ્યા અથવા કચરાના ઢગલામાં નાખી દેતા હોય છે. આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડિકંપોસ ન થવાના કારણે તે ત્યાંજ પડી રહે છે અને વર્ષો સુંધી જળ, જગંલ, અને જમીનને નુકસાન કરે છે.
Abhishek Barad, Gandhinagar: ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી અને તેમની સાથે જોડાયેલા મિત્રો ગાંધીનગરને સ્વચ્છ રાખવા માટે દર શનિવારે પ્લાસ્ટિકનો કચરો વીણે છે.તારેતરમાં જ ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર કર્યો છે અને પર્યાવરણ પ્રેમીઓએ તેને ખૂબ આવકાર્યો છે.
પૂર્વ ગૃહ મંત્રી (ગુજરાત રાજ્ય) સહિત અનેક લોકો મળીને દર શનિવારે પ્લાસ્ટિક એકત્ર કરે છે.
સિંગલ યુસ પ્લાસ્ટિકનો ઉપ્યોગ કર્યા બાદ લોકો તેને આમ તેમ જાહેર જગ્યા અથવા કચરાના ઢગલામાં નાખી દેતા હોય છે. આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડિકંપોસ ન થવાના કારણે તે ત્યાંજ પડી રહે છે અને વર્ષો સુંધી જળ, જગંલ, અને જમીનને નુકસાન કરે છે.ગાંધીનગરમાં પ્રાગદાસ બાપા ગોદડીયા ટ્રસ્ટ અંતર્ગત નેચર ફર્સ્ટના વિચાર સાથે મેનેજિંગ ટ્રસ્ટી એન.પી પટેલ અને મહેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ ગૃહ મંત્રી (ગુજરાત રાજ્ય) સહિત અનેક લોકો મળીને દર શનિવારે પ્લાસ્ટિક એકત્ર કરે છે. તેઓ પ્લાસ્ટિક મુક્ત ધરતીનો સંદેશો આપે છે. આ કાર્યમાં તેઓ છેલ્લા 50 અઠવાડિયાથી કરી રહ્યા છે.
દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે.
મહેન્દ્રભાઈ ત્રિવેદી જણાવે છે કે દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. વિશ્વના અનેક દેશોમાં કાળો કહેર વરસ્યો છે, ત્યારે ભારત દેશની ભૂમિ પણ પ્લાસ્ટિક મુક્ત બને લોકો જેમ બને એમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે. તેઓ અને તેઓનું ગ્રુપ કોઈપણ ખરીદી કરવા જાય ત્યારે પણ કાપડની થેલીનો ઉપયોગ કરે છે અને તેઓની સંસ્થાનો બેનર પણ કાપડ પર ઇન્કથી બનાવેલું છે, વસ્ત્ર પણ ખાદીના પહેરે છે જેથી ફરીવાર આ તમામ વસ્તુનો ઉપયોગ થઈ શકે.
જુનાગઢમાંથી 10 ટન કરતાં વધારે પ્લાસ્ટિકનું કલેક્શન કર્યું છે: એન. પી.પટેલ,મેનેજિંગ ટ્રસ્ટી
પ્રાગદાસ બાપા ગોદડીયા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એન. પી.પટેલ જણાવે છે કે, ગાંધીનગરમાં પ્લાસ્ટિક કલેક્શનની સાથે ગુજરાતના અન્ય જગ્યાએ પણ આ સેવાનાં કાર્યક્રમો ચાલે છે. માત્ર જુનાગઢમાંથી 10 ટન કરતાં વધારે પ્લાસ્ટિકનું કલેક્શન કર્યું છે. તેમજ તેઓનો એક લાખ કરતા વધારે વૃક્ષારોપણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી હાલમાં 56,000 કરતા વધારે વૃક્ષારોપણ કરી ચૂક્યા છે. તેઓ પ્લાસ્ટિક કલેક્શનની સાથે સાથે અનેક સામાજિક સેવાઓ કરે છે જેમ કે ગરીબ બાળકોને અભ્યાસમાં મદદરૂપ, કોરોનાની મહામારીમાં ગાંધીનગરના અનેક સેક્ટરોમાં મફત ઉકાળાનો વિતરણનો સમાવેશ થાય છે.
જો તમારે પણ સ્વેચ્છાએ આ અભિયાનમાં જોડાવવું હાય તો આપેલ નંબર પર સંપર્ક કરી જોડાઈ શકો છો. સંપર્ક નંબર : નિતેશ ભાઈ : 9998879069